2017 વર્ષ સાયબર સિક્યોરિટી ની દ્રષ્ટિ એ
જોઈએ તો ઘણું ખાસ
કહી શકાય। કેટલાય નાના મોટા સાયબર
ક્રાઇમ માંથી સૌથી વધુ કકળાટ
WannaCry રેન્સમવેરે
કરાવ્યો છે એકસાથે 104 દેશો
માં 4 બિલિયન ડોલર્સ નું નુકસાન કરીને
2017 ના સૌથી મોટા ખતરા
માં સામેલ થઇ ગયો.
વર્ષ 2018 પણ કેટલાય અજાણ્યા સાયબર ક્રાઇમ , મોટી ટેક્નિકલ ખામીઓ , માલવેર કે નાના મોટા સાયબર એટેક માટે સંભવિત વર્ષ છે.
ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો અને શું શું સંભવ છે ઈન્ટરનેટ ની દુનિયા માં જેથી આપણે આગોતરી સાવધાની રાખી શકીએ।
1) IoT (સ્માર્ટ ડિવાઇસીસ, વેહિકલ તેમજ હોમ એપ્લાયન્સિસ જે ઈન્ટરનેટ ની મદદ થી ચાલતા હોય)વધારે ક્રિટિકલ બની શકે છે. US માં તો તેને માટે કાયદો બનાવવા માટે પ્રસ્તાવ મુકાયેલ છે. શક્ય છે કે રેન્સમવેર ત્યાં પણ ઈનફેક્ટ કરી શકે.
2) Two Factor Authentication આવનાર સમય માં એટલું વિશ્વાસુ નહિ રહે. કારણ કે ઘણા હેકર્સ તેમાં પણ ખામી શોધવામાં મચી પડ્યા છે. હા બાયોમેટ્રિક્સ ને હાલ સૌથી વિશ્વાસપાત્ર સિક્યોરિટી તરીકે ગણી શકાય।
3) નોર્થ કોરિયા સાથેનો વિવાદ હવે ઓનલાઇન રૂપ લેશે જેથી સાયબરવૉર ની પણ શક્યતા રહેલી છે. નોર્થ કોરિયા ના નેટવર્ક પર પોતાનો કન્ટ્રોલ હોવાને લીધે તે ઘણું ડિફેન્સિવ છે જેમાં તેને ચીન તેમજ રશિયા નો સાથ મળી શકે છે.
4) 2018 માં US ના ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. યુરોપ ના પાવર ગ્રીડ તેમજ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પર છેલ્લા બે વર્ષ માં કેટલાક સાયબર એટેક થયા છે અને હજુ પણ થઇ શકે છે. ઓક્ટોબર માં FBI તેમજ DHS દ્વારા એનર્જી, ન્યુક્લિયર , જળસ્રોત , એવિએશન , કન્સ્ટ્રક્શન જેવા કેટલાક ક્ષેત્રો માં સાયબર એટેક ની ચેતવણી આપેલી છે
5)2018 માં સરકારી એજન્સીઓ ના ઘણા ઓનલાઇન ઓપરેશન પણ સાયબર ક્રાઇમ નો ભોગ બનવાની શક્ય છે. જેમાં વેબસાઈટ તેમજ કેટલીક ઇન્ટર્નલ સિસ્ટમ સાથે ચેડાં થઇ શકે છે.
6)CGI, ફોટોશોપ, વોઇસ ટેક્નોલોજી ના દુરુપયોગ દ્વારા ફેક ન્યુઝ ના બનાવો પણ વધશે। કેટલીક ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન દ્વારા રેપ્યુટેશન મેનેજમેન્ટ સિસ્ટમ બનાવાઈ રહી છે જે ખરી માહિતી ની ચકાસણી કરવામાં મદદરૂપ થશે.
7) ક્રેડિટ /ડેબિટ કાર્ડ ગુમ થવાના (સાચા કે ખોટા) રિપોર્ટ દ્વારા ફ્રોડ થવાના ચાન્સ વધવાના છે. જોકે Applepay તેમજ Googlewallet દ્વારા થોડા ઘણા અંશે ઈ-પેમેન્ટ ની ટેવ પડવાથી આવા ફ્રોડ માંથી બચી શકાય છે.
8) ઇકોમર્સ પણ સાયબર થ્રેટ થી બાકાત નથી. કેટલાય નકલી સોર્સ તેમજ લિંક સોશ્યલ મીડિયા પર ફરે છે જે કૈક ને કૈક ખરીદવા માટે લલચાવે છે. ફેસબુક, ટ્વિટર અને pintrest આનાથી પોતાના યુઝર્સ ને બચાવવા અલગ "Buy" બટન ઉમેરવા માંગે છે.
9) માત્ર મોટા ઓર્ગેનાઇઝેશન જ નહિ પણ હેકર્સ નો સેફ ટાર્ગેટ નાની નાની કમ્પની બની શકે કારણ કે અતિખર્ચાળ સિક્યોરિટી સેટઅપ માં મગજમારી કરવા કરતા નાની કમ્પની વધુ સરળ ટાર્ગેટ સાબિત થઇ શકે છે.
10) સ્ટોરેજ ડિવાઇસીસ કરતા ક્લાઉડ સિક્યોરિટી પર વધુ ધ્યાન આપવું પડશે। એન્ડ્રોઇડ હોય કે આઈફોન , મોટા ભાગનો ડેટા આપણે કલાઉડ એપ પાર સ્ટોર કરીએ છીએ. હેકર્સ પોતાની રીતે તેમાં ખામી શોધવામાં લાગી ગયા છે જેથી મોટા મુર્ગા જેવો કિંમતી ડેટા એક્સેસ કરી શકાય।
આ ઉપરાંત સમય સાથે કેટલાક પોઝિટિવ ચેન્જ પણ અપને 2018 માં જોઈ શકીશું।
1)યુરોપ ના દેશો માં GDPR (જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન) લાગુ થઇ જવા રહ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ પર મોટી પેનલ્ટી ની દરખાસ્ત છે. જો બધું સરખું રહ્યું તો સાયબર ક્રાઇમ નો રેટ ઘટાડવામાં યુરોપ ને ઘણાખરા અંશે સફળતા મળશે।
2) ભારતમાં પણ કેટલીક મોટી શૈક્ષણિક સંશ્થા માં સાયબર સિક્યોરી ને મહત્વ ના વિષય તરીકે આવરી લેવામાં આવશે।
3) 2018 માં સાયબર સિક્યોરિટી માટે ઘણી કમ્પનીઓ પોતાનું બજેટ ઘણું વધારી રહી છે જેને લઈને તેમાં અલગ અલગ લેવલ પર પ્રોફેશનલ કરિયર માટે કેટલીક નવી તકો , નવી જોબ ઉત્ત્પન થશે.
4) બેંકો, સરકારી સંસ્થાઓ વગેરે પોતાના ગ્રાહકો ને ઓનલાઇન ફ્રોડને ધ્યાન માં રાખી ને તેનાથી બચાવી શકે તે માટેનો અવેરનેસ કેમપેન એડ્ર્ટાઇઝમેન્ટ બજેટ વધારી શકે છે.
5) ડેટા પ્રાઇવસી અને ડેટા સિક્યોરિટી હજી સુધી અલગ અલગ માનતા હતા તે 2018 માં એક થઇ જશે. દરેક મોટી ઓર્ગેનાઇઝેશન પોતાનું નવું ડેટા મેનેજમેન્ટ ફ્રેમવર્ક બનાવી રહ્યા છે. જેથી કોણ કઈ માહિતી શા માટે લે છે અને તેનો શું ઉપયોગ કરી શકે તેમાં ખાસ કન્ટ્રોલ મુકવામાં આવ્યા છે
આપણે શું કરવાનું ?
કોઈ પણ રોડ પર વાહન ચલાવો। ... બસ હેલ્મેટ પહેરો , સીટબેલ્ટ બાંધો એટલું જ પૂરતું નથી , સેફ ડ્રાંઈવિંગ ની પ્રેક્ટિસ પણ જરૂરી છે.
સેફ સિક્યોરિટી રૂલ્સ અનુસરો , ઇમેઇલ , શોપિંગ , ક્રેડિટ કાર્ડ , ડેટા સિક્યોરિટી , બેન્કિંગ ટ્રાન્ઝેક્શન , પાસવર્ડ , સ્માર્ટફોન સિક્યોરિટી , વગેરે વિષે નિયમિત રીતે થોડું જાણતા રહો. સાયબર ક્રાઇમ કે વેબસાઈટ ક્રેશ વગેરે ના સમાચાર માહિતી માટે જાણતા રહો અને વિચારવું કે આમ થી કઈ આપણને તો ધ્યાન રાખવા જેવું નથી ને। છે તો તેને માટેના પગલાં તરત જ લો અને આપણી આસપાસના લોકો ને પણ માહિતગાર કરતા રહો।
આર્ટિકલ માટે ના આપના અભિપ્રાય કે પ્રશ્નો ચોક્કસ ઇમેઇલ કરશો।
આભાર।
મિલાપ ઓઝા
ઇન્ફોર્મેશન સિક્યોરિટી એક્સપર્ટ - રિલાયન્સ જિયો

.

Comments
Post a Comment