Skip to main content

Posts

Showing posts with the label Mobile World

સાયબર- સંકટ થી સાવધ રાખો આપના સંતાન ને- Full Article Sep'2017- Cybersafar

આજે દર 10 માંથી 7 વ્યક્તિ ઓનલાઈન છે એ વાત માં કોઈ બેમત નથી।  બની શકે કેટલાય લોકો કોમ્પ્યુટર ના વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. ટેક્સ્ટ મેસેજ ને પાછળ પાડી ને વોટ્સએપ વાપરતા વાપરતા ઈમેલ, વેબસાઈટ એક્સેસ અને અલગ અલગ કઈ કેટલીય એપ હવે હાથવગી થઇ ગઈ છે.  ટૂંક માં રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય। હવે એમાં બાળકો પણ અપવાદ નથી. કદાચ આપણા ઘરમાં કે સગા સંબંધી ના ઘર માં કોઈ 4-5 વર્ષના બાળક ને પણ ઓનલાઇન ગેમ કે યુ-ટ્યુબ પર વિડીયો ચલાવતા જોવો તો આશ્ચર્ય ના પામતા। નવી જનરેશન સ્માર્ટફોન થી રમીને મોટી થાય છે જેના માટે ઈન્ટરનેટ એક્સેસ પણ રમત વાત છે. આ આર્ટિકલમાં આપણે  પેરેન્ટ્સ, ટીચર્સ માટે ઉપયોગી તેમજ દરેક ઉમર ના બાળકો માટે સાયબર સેફટી વિષે જાણીશું। ઈન્ટરનેટના ફાયદાઓ ઈન્ટરનેટ ના ફાયદાઓ થી આમ તો બધા પરિચિત જ છે પરંતુ ખાસ જો બાળકો કે ટીનેજર્સ ની દ્રષ્ટિએ જોઈએ તો સ્માર્ટફોન, સ્માર્ટક્લાસ, સાયન્સ પ્રોજેક્ટ,ગેમ્સ કે અન્ય મનોરંજન, કેટલાક ટ્યુટોરિયલ્સ જેવું કઈ કેટલુંય ઈન્ટરનેટ ની મદદ થી સરળ બનવા લાગ્યું છે. દરે...

My New Article on CyberSafar Feb'16 - કમ્પ્યુટર ફોરેન્સિક - ડિજિટલ ક્રાઇમનું ડિજિટલ સોલ્યુશન

કમ્પ્યુટર કે સ્માર્ટફોનની ઝીણવટભરી તપાસથી ગુનાખોરી સંબંધિત પુરાવા મેળવવાના વિજ્ઞાનનો પ્રાથમિક પરિચય  આજથી ૩૦ વર્ષ પહેલા આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નહોતી કે કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો ભાગ બની જશે. આજ કમ્પ્યુટર સાવ કોમન છે અને એટલા જ કોમન કમ્પ્યુટર ક્રાઇમ પણ થતા જાય છે જેને આપણે  સાયબર ક્રાઇમ પણ કહીએ છીએ. સાયબર ક્રાઇમની હવે અવગણના પોસાય તેમ નથી. જોકે કમ્પ્યુટર વાપરતા મોટા ભાગના લોકો સાયબર ક્રાઇમ અને સાયબર સેફટી અંગે થોડા ઘણા અંશે પરિચિત છે (જોકે હજુ પણ જોઈએ તેટલી જાગૃતિ મોટા ભાગના લોકોમાં નથી જેનો લાભ સાયબર ક્રિમિનલ્સ લેતા રહે છે). સાયબર ક્રાઇમની વ્યાખ્યા પ્રમાણે કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કે જેમાં કમ્પ્યુટર કે અન્ય ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ થયો હોય તેને સાયબર ક્રાઇમ કહી શકાય. આ પ્રકારના મુખ્ય સાયબર ક્રાઇમની એક યાદી જોઈ લઈએ. હેકિંગ/ક્રેકિંગ (વેબસાઇટ, સિસ્ટમ કે નેટવર્ક) ફિશિંગ વાઇરસ એટેક/ઇન્સ્ટોલેશન સોશિયલ એન્જિનીયરિંગ ટ્રોજન, સ્પાયવેર સ્ટેગેનોગ્રાફી Dos અટેક સાયબર ટેરરિઝમ ફાયનાન્શિયલ ફ્રોડ (બેન્કિંગ, ક્રેડીટ કાર્ડ ફ્રોડ વગેરે) આઇડેન્ટી  થેફ્ટ ઇન્ટેલ...

સૌથી સિક્યોર સ્માર્ટફોન : Granitephone -ખાસ સ્માર્ટફોન સિક્યોરીટી ઓરીએન્ટેડ યુઝર્સ માટે

મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ માટે જયારે સ્માર્ટફોન સિક્યોરીટી ચિંતાનો મુદ્દો  બની રહ્યો છે ત્યારે હવે ફ્રેંચ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Archos દ્વારા  બ્રાઝિલ  ની ઓછી પ્રખ્યાત એવી આઈટી સિક્યોરીટી કમ્પની Sikur સાથે મળીને ફુલ્લી સિક્યોર સ્માર્ટફોન Granitephone  માર્કેટ માં મુક્યો છે. આ ફોન ની સરેરાશ માર્કેટ વેલ્યુ 850 ડોલર એટલે અંદાજે 56000 રૂપિયા જેટલી છે. શું ખાસ છે આ ફોન માં ? ફીચર્સ ની વાત કરીએ તો 5 ઇંચ ડિસ્પ્લે ,  Qualcomn Snapdragon 615 SOC પ્રોસેસર, 2GB  રેમ ધરાવતા આ ફોન માં 16 GB  ઇન્ટરનલ સ્ટોરેજ અને 2700 mAh બેટરી ક્ષમતા સાથે 16 મેગાપિક્સલ કેમેરા છે. નોટ ઈમ્પ્રેસ્ડ ?  નેચરલી। તમને થશે કે આટલા ફીચર્સ તો બીજા ઘણા સ્માર્ટફોન માં અને એ પણ ઘણા ઓછા ભાવ માં મળી શકે છે. તો પછી આ ફોન આઈફોન જેટલો મોંઘો કેમ ? સ્પેશ્યલ ફીચર Granitephone  નું મુખ્ય આકર્ષક ફીચર તેની એન્ડ્રોઇડ  બેઝ્ડ Granite OS છે. Archos  અને Sikurના દાવા મુજબ Granite  OS આમ તો સાધારણ એન્ડ્રોઈડ જેવી જ છે પરંતુ તે ફુલ્લી એન્ક્રિપટેડ છે. જેમાં કોઈ પ...

My Article in Cybersafar Aug'15 : સોશિયલ એન્જિનીયરિંગ - વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરાં !!!

રાતના સવા બે વાગ્યાનો સમય છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં નવાસવા આવેલા જુનિયર મેનેજરનો મોબાઈલ વાગે છે. પથારીમાંથી સફાળા જાગીને જુએ છે તો કંપનીનો નંબર દેખાય છે. વાતચીત કરતાં ખબર પડે છે કે કંપનીના ડેટા સિક્યોરિટી સેન્ટરમાં ઈમરજન્સી એલર્ટ આવેલ છે, જેથી કંપનીના હાઈ-પ્રોફાઈલ લોકોનો ડેટા સુરક્ષિત કરવા માટે આઈટી વિભાગે તાત્કાલિક યુઝર્સના આઈડી પાસવર્ડ ચેન્જ કરવા પડે એમ છે.  મેનેજર સાહેબ પાસવર્ડ બદલવા માટે જરૂરી બધી દ વિગતો જણાવીને સૂઈ જાય છે. સવારે ઓફિસ પહોચતાં ખબર પડે છે કે કંપનીમાં એવો કોઈ એલર્ટ આવ્યો જ નહોતો! મેનેજરને ભાન થાય છે કે તેમની ભૂલને કારણે કંપનીનો બધો જ ખાનગી, ઓફિશિયલ ડેટા ચોરાઈ ગયો છે. મેનેજરને  ખ્યાલ આવે છે કે પોતે સાયબર ક્રિમિનલ્સ દ્વારા સોશિયલ એન્જિનીયરિંગનો  શિકાર બન્યા છે. શું છે સોશિયલ એન્જિનીયરિંગ? પહેલી વાર નામ સાંભળનાર મિત્રોને  લાગશે કે એન્જિનીયરિંગની કોઈ શાખા હશે! વાસ્તવમાં, સોશિયલ એન્જિનીયરિંગ એ એક પ્રકારની ખાસ કળા છે, જેના દ્વારા સાયબર ક્રિમિનલ્સ કોઈ પણ વ્યક્તિને ભોળવીને, વિશ્વાસમાં લઈને પોતાને જોઈતી માહિતી મેળવી લે છે અને તેના ઉપયોગ વ...