ઑનલાઇન બેન્કિંગ હૈક થવાની ઘટનાઓ આજ-કાલ ઘણી સામાન્ય થઇ ગઇ છે. તમામ બેન્ક પોતાના ગ્રાહકોને સુરક્ષિત ઑલાઇન બેન્કિંગની કેટલીય ભલામણ કરે છે, છતાંય કેટલાંય લોકો ફ્રૉડનો શિકાર બને છે. ઇન્ટરનેટ પર દરેક પળે કેટલાંય હેકર સતત બીજાના બેન્ક એકાઉન્ટ પર નજર બનાવી રાખે છે અને લોકોની એક નાનકડી ભૂલની બસ રાહ જોઇને બેઠા હોય છે. જો તમે આ જાળમાં ફસાવા માંગતા નથી તો ધ્યાનથી વાંચજો આ માહિતીને.
1. ફિશિંગ એલર્ટ:
ફિશિંગ એક ટેક્નિકલ શબ્દ છે, જેને કોઇ ગોટાળા માટે ઉપયોગ કરાય છે. જ્યારે કોઇ ફ્રૉડ વ્યક્તિ કે સંસ્થા તમને બોગસ ઇ-મેલ મોકલે છે તો તેને ફિશિંગ કહી શકાય. આ ઇ-મેલ બિલકુલ વિશ્વસનીય જેવા લાગે છે અને તેના દ્વારા તમારા બેન્ક એકાઉન્ટ નંબર, પાસવર્ડ, અને કેટલીય વ્યક્તિગત માહિતી માંગી શકે છે. આવા ઇ-મેલથી હંમેશા સાવધાન રહો અને તેમાં આપવામાં આવેલી લિંક્સ (links) પર ક્લિક ન કરો.
2. બેન્ક સંબંધિત માહિતી રાખો ગુપ્ત
ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં સમયે કોઇપણ શંકાસ્પદ લિંક પર ક્લિક ના કરો. કોઇપણ લોભામણી ઓફરને જોઇને તેના પર ક્લિક કરવી અને તેમાં આપવામાં આવેલા નિર્દેશો પણ અમલ કરવો ખતરાનું કામ હોય છે. તેનાથી તમારી કેટલીય વ્યક્તિગત માહિતીઓ ફ્રૉડ લોકો સુધી પહોંચી જાય છે.
3. પાસવર્ડ ગુપ્ત રાખો
સમયાંતરે પોતાના બેન્ક એકાઉન્ટ પાસવર્ડને બદલી નાંખવો યોગ્ય છે. પાસવર્ડ હંમેશા લાંબા અને મિક્સ ટાઇપના રાખો. નંબરની સાથે અંગ્રેજી કેરેકટરને પાસવર્ડમાં મિત્રિત ઉપયોગ કરવો ઘણું યોગ્ય મનાય છે. તેનાથી તમારા એકાઉન્ટ જલ્દી હેક થશે નહીં.
અસુરક્ષિત (unsecured) વાઇ-ફાઇમાં ઑનલાઇન બેન્કિંગ ન કરો અને તેના માટે હંમેશા તમે તમારા ખાનગી કોમ્પ્યુટનો ઉપયોગ કરો. તમારા પાસવર્ડને ડાયરી કે મોબાઇલમાં ના નોંધો.
4. લૉક આઇકન પર રાખો ધ્યાન
તમારા બેન્ક એકાઉન્ટનું આઇડી અને પાસવર્ડનો ઉપયોગ કોઇપણ વેબસાઇટ પર ત્યારે જ કરો જ્યારે ઉપરના યુઆરએલ (url) પર લૉકનું ચિન્હ દેખાતું હોય. આ તમારા પાસવર્ડને ગુપ્તા રાખે છે. આ ચિન્હ પરથી ખબર પડે છે કે જે વેબસાઇટ પર તમે કામ કરી રહ્યા છો તે સુરક્ષિત છે.
5. ઇમરજન્સીમાં બેન્કને ઇન્ફૉર્મ કરો
જો તમને તમારા બેન્ક એકાઉન્ટમાં પૈસા ઓછા દેખાય છે તો તરત તે જ સમયે તમારી બેન્કને આ અંગે માહિતી આપો. આ કેસમાં પૈસા પર મળવાની ગુંજાઇશ હોય છે, પરંતુ જો તમે બેન્કને બતાવામાં મોડું કરશો તો પૈસા કયારેય પાછા મળશે નહીં. આ સિવાય દરેક પૈસાને લેવડ-દેવડ પર તમારા મોબાઇલ પર SMSથી માહિતી લો અને તેને હંમેશા એક્ટિવેટ રાખો.
6. લૉગઆઉટ કરવાનું ના ભૂલો
જ્યારે પણ તમે ઇન્ટરનેટથી તમારા પૈસાની લેવડ-દેવડ કરો, ત્યારબાદ તમે તમારા એકાઉન્ટને લૉગઆઉટ કરવાનું ના ભૂલો. તમારું એકાઉન્ટ ખુલ્લું રહેવા પર બીજી વ્યક્તિ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે.
7. ફ્રૉડની માહિતી બેન્કને આપો
જો તમારા ઇન્ટરનેટ બેન્ક એકાઉન્ટની સાથે કોઇપણ પ્રકારનું ફ્રૉડ થાય તો તેની માહિતી તરત બેન્કને આપો. બેન્ક તેના પર તરત કાર્યવાહી કરશે. અથવા તો પછી તમને લાગે છે કે તમે કોઇ ખોટી વ્યક્તિ સાથે તમારા ઇન્ટરનેટ બેન્ક એકાઉન્ટની ડિટેલ શેર કરી લો છો તો તરત બેન્કને માહિતગાર કરો અને નવા પાસવર્ડ તુરંત બનો.
8. સ્માર્ટ ફોન કેટલો છે સુરક્ષિત
જો તમારી પાસે બેન્કમાં જવાનો કે કોમ્પ્યુટર પર બેકિંગ કરવાનો ટાઇમ નથી તો તમારા ફોન પરથી પણ ઑનલાઇન બેન્કિંગ સુરક્ષિત છે. તમારા ફોનને હંમેશા લોક રાખો અને પાસવર્ડ કોઇ અન્ય વ્યક્તિ સાથે શેર ના કરો.
9. ફોન પર બેન્કિંગ સુરક્ષિત રાખવું બેન્કની જવાબદારી
મોટાભાગે ફોન બેન્કિંગ ડિટેલ્સને સેવ ના કરી શકો નહીં અને તમામ માહિતી એક સુરક્ષિત ડેટા સેન્ટરમાં લોડ રહે છે. જ્યારે પણ તમારો ફોન ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો ગભરાવાની જરૂર નથી. ફક્ત તમારા મોબાઇલ ઑપરેટરને રિપોર્ટ કરીને તમારો નંબર બંધ કરાવી દો.
10. એન્ટીવાયરસ રાખો અપડેટ
ઑલાઇન બેન્કિંગના ઉપયોગ માટે તમારા મોબાઇલ કે કોમ્પ્યુટર પર એન્ટીવાયરસ હંમેશા અપડેટ રાખો. તેની સાથે જ સૌથી લેટેસ્ટ એન્ટીવાયરસનો ઉપયોગ કરવો પણ જરૂરી છે.
Source:dainikbhaskar news
Comments
Post a Comment