આજના સમયમાં એક વ્યક્તિ માટે એટીએમ જેટલું ફાયદાકારક છે એટલું જ નુકસાનદાયક પણ બનતું જઇ રહ્યું છે. પાછલા દિવસોમાં બનેલી ઘટનાઓ તેના સાક્ષી છે. હવે બેન્ક આ બધાને લઇને નવા પ્રકારની તૈયારીઓમાં લાગી ગયું છે. તેનું પરિણામ છે બેંગલુરૂની ઘટનાને ધ્યાનમાં ધ્યાનમાં રાખીને બેન્ક અલગ-અલગ જગ્યાઓ પર લાગેલા એટીએમ પર ખતરાની ગુંજાઇશની આકરણી કરીને ત્યાં સુરક્ષા વધારવાની તૈયારીમાં છે.
સામાન્ય રીતે બેન્ક શાખાઓથી અલગ એટીએમ (ઓટોમેટેડ ટેલર મશીન) માટે સુરક્ષા ગાર્ડ પણ રખાય છે જ્યારે બેન્કની શાખામાં આવેલા એટીએમ માટે ફક્ત રાત્રિના સમય માટે સુરક્ષા કર્મચારી રખાય છે. કૉર્પોરેશન બેન્કના એક અધિકારીના મતે બેંગલુરૂની ઘટનાને ધ્યાનમાં રાખતા બેન્ક સુરક્ષા મજબૂત કરવા માટે ઉપયુક્ત પગલાં ઉઠાવશે.
મંગળવારના રોજ બેંગલુરૂમાં એક ઘટનામાં કોર્પોરેશન બેન્કની એક મહિલા કર્મચારી પર બેન્ક શાખાના પરિસરના એટીએમ મશીન પાસે બર્બરતાપૂર્વક હુમલો કરાયો. એટીએમમાં રોકડ મૂકવા અને એટીએમની સુરક્ષાથી સંબંધિત ખાનગી સુરક્ષા એજન્સીઓ એટીએમની સુરક્ષાનો મુદ્દો સરકાર તથા બેન્કોની સમક્ષ ઉઠાવી રહ્યા છે.
આ બધાની વચ્ચે એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા જતા સમયે જો તમે તમારું એટીએમ કાર્ડ ઘરે જ ભૂલી જાઓ છો તો તમને અફસોસ થશે. પરંતુ વિચારો જો તમે એટીએમ કાર્ડના એટીએમ મશીનમાંથી પૈસા નીકાળી શકો, તો કેવું રહેશે.
- આ સુવિધાને મેળવવા માટે સૌથી પહેલાં તમારે તમારી બેન્કમાં તમારું રજીસ્ટ્રેશન કરાવું પડશે. આ રજીસ્ટ્રેશન બેન્કની શાખા કે ઇન્ટરનેટ બેન્કિંગની મદદથી પણ થઇ શકશે. ત્યારે રજીસ્ટ્રેશન કરાવા માટે તમે બેન્ક કસ્ટમર સર્વિસ સેન્ટર પર કૉલ કરવાનો વિકલ્પ પણ મળશે
- એક વખત બેન્કમાં રજીસ્ટર થયા બાદ યુઝરને 4 આંકડાનો એક એમપિન (મોબાઇલ પર્સનલ આઇડેંટીફિકેશન નંબર) મળશે. આ નંબર એટીએમ પિનની જેમ હશે. તેને યુઝર ટ્રાન્ઝેકશન સિક્યોરિટી પિન કે ઑથોરિટી કોડના રૂપમાં પણ ઉપયોગ કરી શકશે.
- રજીસ્ટ્રેશન પછી તમારે એ બેન્ક સાથે જોડાયેલી એપ્લીકેશન પોતાના મોબાઇલ પર ડાઉનલોડ કરવી પડશે. યુઝર્સને તેના માટે એસએમએસ ચેનલનું ઑપ્શન પણ આપ્યું છે. તેના માધ્યમથી બેન્ક આ એપ્લીકેશનનું વેબ લિંક તમારા મોબાઇલ પર મોકલી દેશે.
- ડેબિટ કાર્ડ વગર એટીએમ મશીનમાંથી પૈસા નીકાળવાની આ સર્વિસ પૂરી રીતે મફ્ત છે. રજીસ્ટ્રેશન પછી તમને ઠીક એટીએમ કાર્ડ જેવી જ સુવિધાઓ એમપિનથી મળશે. તેની મદદથી યુઝર ઇન્ટ્રા બેન્ક, મોબાઇલ ટુ મોબાઇલ, મોબાઇલ ટુ એકાઉન્ટ ફંડ ટ્રાન્સફર અને નેટ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બધું જ કરી શકશે. ત્યારે ઇંટરબેન્ક મોબાઇલ પેમેન્ટ સર્વિસ (આઇએમપીએસ) પણ આ મોબાઇલ એપ્લીકેશનનું ફીચર રહેશે.
- એમપિનની મદદથી તમે એક દિવસમાં 5000 રૂપિયા સુધીના પૈસા નીકાળી શકશો. ત્યારે આઇએમપીએસની અંતર્ગત ફંડ ટ્રાન્સફરમાં આ લિમિટ વધીને 30000 રૂપિયા રોજની હશે. એસએમએસના સંબંધમાં આ લિમિટ 4000 રૂપિયા રોજની છે. જોકે તમામ બિલ પેમેન્ટને લઇને લિમિટ દરરોજ 20000 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે.
- રજીસ્ટ્રેશન અને એમપિન મળ્યા બાદ તમે કેવી રીતે પૈસા નીકાળશો: સૌ પ્રથમ ઇંડસમોબાઇલ એપ્લીકેશન ખોલો. ત્યારબાદ એમપિન નાંખીને કાર્ડલેસ વિથડ્રૉલ બટન પર ક્લિક કરો. ધ્યાનમાં રાખો કે ક્લિક કરતાં પહેલાં જેટલા પૈસા નીકાળવા માંગો છો તે નાંખો.
- સબ્મિટ કરતાં જ બેન્ક તમારા રજીસ્ટર્ડ મોબાઇળ પર એક અસ્થાયી પાસવર્ડ મોકલશે. આ પાસવર્ડની મદદથી તમારી એપ્લીકેશનમાં જઇને બીજો પાસવર્ડ પણ જનરેટ કરવો પડશે.
- નેકસ્ટ પ્રક્રિયાના રૂપમાં તમે એટીએમ મશીન સ્ક્રીન પર મોકલાતા કેશ ઑન મોબાઇલ ઑપ્શનને પસંદ કરો. ત્યારબાદ તમે માંગેલા બૉક્સમાં તમારો મોબાઇલ નંબર, એમાઉન્ટ, બેન્ક દ્વારા મોકલવામાં આવેલા અસ્થાયી પાસવર્ડ અને જાતે જનરેટ કરેલો પાસવર્ડ નાંખો.
- આ ચારેયને મેચ કરવા પર તમારા દ્વારા માંગવામાં આવેલા એમાઉન્ટ એટીએમ મશીનમાંથી બહાર આવી જશો. આ એપ્લીકેશનની મદદથી તમે થર્ડ પાર્ટીને પણ પૈસા મોકલી શકશો.
નોંધ: હાલમાં આ સુવિધા ફક્ત ઇંડસઇન્ડ બેન્ક જ આપી રહ્યું છે.
Comments
Post a Comment