Skip to main content

My New Article in Cyber safar:- Aug- 2013

ફેસબુક એડીકશન :- અતિ સર્વ વર્જયેત ...!!!


સીન 1:- કમ્પ્યુટર પર એક 15-17 વર્ષ નો છોકરો બેઠેલો છે . સામે ફેસબુક પર  મેસેજ ડિસ્પ્લે થાય છે.

Papa :- How are you ?

Son replies : m fine dad...!!

Papa:- Didn't See you from Long time.... Hope m not Disturb you...!!
Son :- No no dad.. !!! Its ok..!! Any Urgent ...!!!

Papa:- Yes Dear .... If you can .. Please Logout from Facebook & Come Down for Dinner... Me & Ur Mother are waiting..!!! Just Come fast... !!! Bye...

સીન 2 :- ક્લાસરૂમ
એક છોકરા એ સ્ટેટ્સ  કર્યું :-" I'm online during economic lecture hahaha :) "
પ્રોફેસરે કમેન્ટ કરી :- "Get out from my Class" પ્રિન્સીપાલ એ લાઈક કરી .
ફ્રેન્ડ એ કમેન્ટ કરી :- "કેન્ટીન માં આવી જા ...પાર્ટી  ચાલે છે ."
મમ્મી એ કમેન્ટ કરી :- "નાલાયક ... ક્લાસ ન ભરવા હોય તો શાકભાજી લઈને સીધો ઘરે આવી જા."
પપ્પા ની કમેન્ટ આવી :- "જો તારા પુત્ર ના પરાક્રમ "
ગર્લફ્રેન્ડ ની કમેન્ટ :- "આઈ હેટ યુ ... મને એમ કીધુ કે દાદી હોસ્પિટલ માં છે . હું નહિ આવી શકું"
દાદી ની કમેન્ટ :- "હરામખોર ઘરે આવ ... તારી વાત છે ...!!!"

સીન 3 :- લગ્નપ્રસંગ 
છોકરી ના પપ્પા આશ્ચર્યથી :- અરે જાનમાં માત્ર 5-7 માણસો ?? તમે તો કીધેલું કે તમારા તો હજાર વધુ મિત્રો છે ....???
વરરાજો :- હા એ વાત સાચી છે પણ એ તો ખાલી ફેસબુક માં ...!!!

મિત્રો , ફેસબુક એ દુનિયાની બીજા નંબરની પોપ્યુલર વેબ્સાઈટ છે . (પહેલા નંબરે ગૂગલ છે .) તેને બનાવનાર દુનિયાના યંગેસ્ટ બિલિયોનર માર્ક ઝુકરબર્ગ એ વિચાર્યું પણ નહિ હોય કે તે આટલી ઝડપથી પોપ્યુલર થઇ જશે . અને આમ પણ જમાનો પણ એવો છે કે જો તમે ફેસબુક પર નથી તો બધા તમને એલિયન હોય એવી ભાવના થી જોશે . "લે .... ફેસબુક પર નથી ..કેમ જીવો છો ભાઈ ??"

મોટાભાગના લોકો માને છે કે ફેસબુક યુઝર્સ ની સંખ્યા મિલિયન્સ માં છે . પરંતુ થોડાઘણા મારા રીસર્ચ પ્રમાણે જે તારણો મળ્યા એ હું અહી રજુ કરું છું .

  • 70% થી પણ વધુ ફેસબુક યુઝર્સ યુ .એસ . ની બહારના છે .
  • એક ફેસબુક યુઝર સરેરાશ 200 જેટલા ફેસબુક ફ્રેન્ડસ ધરાવે છે .
  • 2009 માં ફેસબુક ના યુઝર્સ ની સંખ્યા 150 મીલીયન પહોચી તે સમયે વિકસિત દેશોમાં દર 5 વ્યક્તિએ 1 વ્યક્તિ ફેસબુક એકાઉન્ટ ધરાવતો  હતો .
  • 2010 માં આ સંખ્યા બમણી થઇ ગઈ અને 350 એ પહોચી ગઈ જેમાંથી 175 મીલીયન લોકો રોજેરોજ ફેસબુક વાપરનારા હતા .
  • ત્યારબાદ  તેમાં સતત વધારો નોંધાયો છે . અને  મોબાઈલ ફેસબુક યુઝર્સ ની સંખ્યા પણ એન્ડ્રોઇડ નાં આગમન થી વધવા  લાગી છે . આ માટે નીચે દર્શાવેલ ગ્રાફ માં નજર કરશો તો ખ્યાલ આવશે કે 3 વર્ષોમાં ફેસબુક ક્યાંથી ક્યાં પહોચી ગયું છે .


હવે વિચારવાની વાત એ છે કે  એક છો ? તમે FB વાપરો છો ? કે તેનો ઓવરયુઝ કરો છો ? આપ ધીમે ધીમે FB એડીકટેડ તો નથી બની રહ્યા ?
ફેસબુક નો માત્ર યુઝ  કરવો એટલે એકાદ કલાક જેટલો સમય ફેસબુક પર વિતાવવો . અને ઓવરયુઝ એટલે એક કલાક કરતા વધારે . અને યુઝ કરવો એટલે એવું નહિ કે તમે કમ્પ્યુટર કે સ્માર્ટફોન હાથ માં હોય તેને જ યુઝ કર્યું કહેવાય . જો તમે તેના વિષે વિચારો પણ કાર્ય કરો છો તો એ પણ તેમાં જ ગણાય છે .કેમ કે તેટલો સમય તે તમારા મગજ ની સ્પેસ તો રોકશે જ ... ખરું ને ?



જો તમને વિચાર આવતો હોય કે ક્યાંક હું ફેસબુક એડીકટેડ તો નથી ને તો નીચે જણાવેલ મુદ્દાઓ તપાસો . કદાચ તમને જવાબ મળી રહેશે .
  • તમારા દિમાગ માં સતત એ જ વિચારો આવ્યા રાખે છે કે તમે મુકેલી પોસ્ટ પર કોઈ ની લાઈક કે કમેન્ટ આવી હશે કે નહિ ...??
  • કારણ વગર વારે વારે ફેસબુક ની સ્ક્રીન ને રીફ્રેશ કરો છો કે કૈક નવી પોસ્ટ મૂકી કે નહિ તે જોવા .
  • 1 દિવસ પણ જો તમારૂ ઈન્ટરનેટ બંધ હોય તો તમે ટેન્શન માં આવી જાવ છો ? મિત્રો ને ફોન કરીને અપડેટ્સ મેળવો છો ?
  • રેગ્યુલર સાયબર કાફે માં કલાકો વિતાવો છો ?
  • ઓફીસ અવર્સ માં ફેસબુક પર ચોંટી રહો છો ?
  • ટોઇલેટ માં પણ આપ મોબાઈલ કે લેપટોપ લઈને જાવ છો ? (હસો નહિ ... કેટલાક લોકો લઇ જતા હોય છે.)
  • રાત્રે સુતી વખતે ગુડ નાઈટ નો મેસેજ મુકીને અને સવારે ઉઠ્તાવેત મોબાઈલ માં તેનો રિસ્પોન્સ જુવો છો ..??
જો આમાંથી અમુક તમને લાગુ પડે છે તો સાવધાન ...!!! આ બધા ફેસબુક એડીકશન ના લક્ષણો છે .
હવે હું તમને મારા પોતાના વિષે જણાવું તો હું અખા દિવસ માં ફેસબુક નો ટોટલ એકાદ કલાક જેટલો ઉપયોગ કરું છું અને એ પણ જયારે હું સાવ ફ્રી હોઉં ત્યારે . આ સિવાય ના સમય માં માત્ર મોબાઈલ માં ફેસબુક ઓન હોય છે . આ સિવાય કોઈ ઉપયોગી અપડેટ્સ મુકવા માટે જ ફેસબુક નો ઉપયોગ થતો હોય છે . હવે આપની વાત કરીએ . તો આપ ફેસબુક નો કેટલો યુઝ કરો છો ? જો આપ દિવસ ના એક કલાક કરતા પણ વધારે સમય સુધી ફેસબુક પર રહો છો તો તમે સમય વેડફી રહ્યા છો . જો તમે તેના પર બીઝનેસ પ્રમોટ કરતા હોવ ... કે કોઈ સામાજિક સંસ્થા નું કેમ્પેઈન  ચલાવતા હોય ... કે કોઈ અર્થપૂર્ણ કે મહત્વનું કામ કરતા હોય તો તેટલો સમય તમે ફેસબુકનો સદુપયોગ કરો છો .
 ક્યાં પ્રકારના લોકો ફેસબુક નો જરૂર કરતા પણ વધુ ઉપયોગ કરે છે .?
એક સર્વે પ્રમાણે
  • જે લોકોના જીવન માં કોઈ લક્ષ્ય નો અભાવ છે . - The Wanderers
  • જે સતત લોકો નું ધ્યાન આકર્ષિત કરવા માંગતા હોય . - The Attention Seekers
  • જે પોતાના કરતા બીજાની લીફ માં વધુ રસ ધરાવતા હોય  - The Peepers
 ફેસબુક ના ઓવરયુઝ થી શું શું નુકસાન થઇ  શકે છે ?
ઘણા પોઈન્ટ્સ છે પણ આપણે તેમાંથી થોડાક જોઈએ .
1)  અજાણતા જ તમે તમારી ખુશીઓની ચાવી બીજા ના હાથ માં સોપી દો છો :

કઈ રીતે ? FB પર તમારી ખુશી એના આધારિત રહેલી હોય છે કે તમારી મુકેલી પોસ્ટ કે ફોટો પર કેટલી લાઈક અને કમેન્ટસ આવે છે . કેટલાક લોકો ને જો પોતે ધારેલી લાઈક કે કમેન્ટ ના મળે તો બેચેન થઇ જતા હોય છે. દા.ત. તમે નવી ફિલ્મ જોઈ અને તમને તે ખુબ ગમી . પણ જયારે તમે એની પોસ્ટ મુકો છો ત્યારે જરૂરી નથી કે બધા ને ગમે . એટલે તમને જોઈતી લાઈક્સ નથી મળતી અથવા તો કોઈ મજાક ઉડાવે છે ત્યારે તમે દુઃખી થઇ જાવ છો . કોઈ વાર આનાથી ઉલટું પણ બને છે કે તમને ના ગમતી ચીજ કોઈ પોસ્ટ કરે ત્યારે ભલે બધા વખાણ કરે પણ તમને એ પોસ્ટ ના ગમવાથી ચિડાઈ જાવ છો . હું એમ નથી કહેતો કે આવું બધા સાથે થાય પરંતુ મોટાભાગના લોકો ને થોડી ઘણી અસર તો કરે જ છે .
2) તમને બીજાના પ્લસ અને પોતાનામાં માઈનસ પોઈન્ટ દેખાવા માંડશે :
સામાન્ય રીતે બધા લોકો ફેસબુક પર પોતાની સારી સારી વિગતો જ પોસ્ટ કરતા હોય છે .  દા.ત . કોઈ એ પોસ્ટ મૂકી : "Just Got my New I-Phone....its Amazing"કે પછી "Going for Trip of Goa.... m so H@ppy.." ત્યારે માણસ સહજ સ્વભાવ ને લીધે કોઈને તેની ઈર્ષા થઇ શકે . કારણકે તમારા  વિચારો આવશે કે પેલો ગોઆ માં જલસા કરશે ને અપને ઓફીસ માં ઉંધે માથે કામ કરવાનું ...!!  પેલા પાસે નવો આઈફોન આવી ગયો અને આપણી પાસે સાદો મોબાઈલ . જો કે એમની જગ્યા એ તમે હો તો પણ એ જ કરતા હોય છો અને અસલિયત તમે પણ જાણતા હોય છો . તમે એ જ જુઓ છો જે સામેવાળો તમને બતાવવા માંગે છે . તમને ફ્રેન્ડે લીધેલી નવીનકોર કાર દેખાશે પણ તેની પાછળ ના હપ્તા નહિ દેખાય . ફ્રેન્ડ ની સુંદર મજાની ઓફીસ દેખાશે પણ તેની સાથે આવનાર ટેન્શન નહિ દેખાય . અને આ કારણે તમેં તેની ખુશીઓ અને તમારા ટેન્શન વચ્ચે સરખામણી કરશો . અને ધીમે ધીમે લોકો લઘુતાગ્રંથી થી પીડાવા લાગે છે . ફેસબુક ના લીધે ડીપ્રેશન માં આવતા લોકો ની સંખ્યા વધતી જાય છે . જો જો ... ક્યાંક તમે પણ તેના શિકાર ના બની જાવ ....!!!!


3) સાચી ફ્રેન્ડશીપ, ફેમીલી લાઈફ  અને રીલેશનશીપ પર અસર પડી શકે :
મારો એક મિત્ર છે ઘણી વાર ગર્વ થી કહેતો હોય છે "જોયું ...તારા ભાઈના (એટલે કે પોતાના) એકાઉન્ટ માં 900 ફ્રેન્ડસ... " . હું ખાતરીપૂર્વક કહી શકું કે એમના અડધા પણ સામે આવે તો એને આ ભાઈ ઓળખી શકવાના નથી . હકીકત માં ફેસબુક પર આપણા મિત્રો કરતા પરિચિતો વધુ હોય છે . જો કે એમાં કઈ ખોટું તો નથી પરંતુ જો આપણે આવા અધકચરા સંબંધીઓને વધારે પડતો સમય આપીશું તો ક્યાંક ને ક્યાંક આપણા પરિવાર અને સાચા મિત્રો ને જે સમય આપવો જોઈએ તેમાં બાંધછોડ કરવી પડે . જોકે એ વાત સાચી છે કે તેમાં તમારા ફેમીલી મેમ્બર કે ફ્રેન્ડસ પણ હોય જ છે પરંતુ મિત્રો, ફેસબુક તો એક ભીડ જેવું છે અને ભીડ નો કોઈ ચહેરો હોતો નથી . જે સામે આવે છે  તેને લાઈક કર્યું , કમેન્ટ કરી અને આગળ વધી ગયા . કોઈ એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ફેસબુક ના સ્વભાવ માં જ નથી .

4) તમે પોતે એડીક્ટ લોકો ની સાથે સંકળાઈ જાવ છો .
કદાચ કોઈએ Pareto Principle વિષે સાંભળ્યું હશે . આ સિદ્ધાંત પ્રમાણે 80% વસ્તુ બનવા પાછળ 20% વસ્તુ જવાબદાર હોય છે . દા. ત. , કોઈ કમ્પની ની 80 % સેલ્સ તેના 20% ગ્રાહકો ના લીધે જ હોય છે . આવું જ કઈક FB પર પણ થતું હોય છે . 80% અપડેટ્સ 20% લોકો દ્વરા જ થતા હોય છે અને તમે વારે વારે એના જ સંપર્ક માં આવતા જાવ છો . સામાન્ય રીતે આ એ જ એડીક્ટ વ્યક્તિ હોય છે જે નવરાધૂપ આખો દિવસ ફેસબુક પર ચોંટી રહે છે . આવા લોકો સાથે ના ફાલતું વાર્તાલાપ થી માત્ર તમારો સમય જ વેડફાય છે .

5) તમને સોશ્યલી એક્ટીવ હોવાનો ભ્રમ છે ... પરંતુ વાસ્તવિકતા કૈક અલગ જ છે .
ફેસબુક પર લોકો પોતાના ફ્રેન્ડસ ને Hi-Bye કહીને પોતાનો રોલ પૂરો સમજે છે . ધીમે ધીમે આવા રીલેશન યંત્રવત બનતા જાય છે અને જે રૂબરૂ મળતી વખતે જે લાગણી હોય છે એ અહી નથી રહેતી .તમારી જોડે ચેટીંગ ના કરતા ફ્રેન્ડ પ્રત્યે અનાયાસે તમને અણગમો થઇ જાય એવું પણ બની શકે. અને વર્ચુઅલી ટચ માં રહેવાની ટેવને લીધે વાસ્તવિક સંબંધો થી દુર રહી જાઓ છો .

6) સ્વાસ્થ્ય પર અસર  પડી શકે .
FB ના અતિરેક ને લીધે તમને શારીરિક અને માનસિક નુકસાન થઇ શકે છે .સતત કમ્પ્યુટર પર બેસી રહેવાથી તમારી આંખો નબળી પડે છે . અને સતત બેસી રહેવાથી સ્પોનડીલાઈટિસ થઇ શકે છે . અને સતત ઉજાગરા અપૂરતી ઊંઘ ને લીધે ડીપ્રેશન માં આવવાની શક્યતાઓ વધી જાય છે .

7) જીવન નો સૌથી ઉર્જાસભર તબક્કા ને તમે ફાલતું મનોરંજન માં વેડફી નાખો છો .
ફેસબુક વાપરનારાઓ માં મોટાભાગના ટીનેજર્સ તથા યુવાનોનો જ સમાવેશ થાય છે .જો તમે આ age-group માં નથી આવતા તો તમારા માટે આ પોઈન્ટ લાગુ પડતો નથી .
યુવાવસ્થા એવો સમય છે જેમાં આપણાંમાં એનર્જી ની કોઈ કમી નથી હોતી .ક્યારેય વિચાર્યું છે કે જીવનના આ તબક્કા માં જ ભગવાને આપણને  આટલી શક્તિ અને જોશ કેમ આપ્યા છે ? કારણ કે આ વર્ષો આપણા Life Making Years હોય છે . આ સમયે તમારી પાસે કરવા માટે ઘણુબધું હોય છે . જેમ કે ઉચ્ચ અભ્યાસ , કારકિર્દી નિર્માણ , ઘરની જવાબદારીઓ વગેરે . આ સમય છે તમારા દિલ નો અવાજ સાંભળીને તમારા જીવનનો રસ્તો પસંદ કરવાનો, ગળાકાપ સ્પર્ધાના યુગ માં તમારી જાત ને સાબિત કરી બતાવવાનો . માતા-પિતા પાસે હાથ ફેલાવવાના બદલે હાથમાં હાથ રાખીને તેમને ભરોસો આપવાનો . અને આ બધા માટે તમને પોઝીટીવ ઉર્જા ની જરૂર છે . જે ફેસબુક પર વળગી રહેવાથી નથી આવવાની ...!!! કારણ કે ત્યાં તમારા કીમતી સમય અને શક્તિ નો વ્યય થાય છે . તો મિત્રો , તમારા જીવનના બહુમુલ્ય અને એનર્જેટિક દિવસોને એકદમ unproductive ચીજ પાછળ વેડફતા રોકો .
મિત્રો, અંતે એટલું જ કહીશ કે ફેસબુક એક શોર-બકોર ધરાવતા શોપિંગ મોલ જેવું છે . નવરાશનો થોડોક સમય વિતાવશું તો મજા આવશે . ઘણા પરિચિતો સાથે મુલાકાત થશે અને આનંદ મળશે . પણ અહી જ જો ઘર બનાવી લેશો તો બીજાઓના શોર - બકોર માં તમારી જિંદગી જ બહેરી બની જશે . જીવનને બહેરું ન થવા દો.  તમારો સમય , તમારી શક્તિ , તમારી ઉર્જા ને કૈક મોટા ... કૈક મુલ્યવાન અને કૈક શાનદાર કામ માં લગાવો . અને જયારે આપ આવું કરશો ત્યારે માત્ર તમારા ફ્રેન્ડસ જ નહિ તમારા માતા-પિતા અને દુનિયા Like કરશે અને ઉપરવાળો પણ Comment આપશે " Great Job My Son...!!!"


"વ્હાલા વાચકમિત્રો , મારા આ આર્ટીકલ થી જો આપને ફેસબુકનું વળગણ છૂટે તો ફોન કે મેઈલ દ્વારા ચોક્કસ જણાવશો . જેથી આ લેખ કેટલો સાર્થક થયો છે તે ખબર પડે . "

Comments

Popular posts from this blog

CIA Triad for- Base of Information security

The essential security principles of confidentiality, integrity, and availability are often  referred to as the  CIA Triad. All security controls must address these principles. These three  security principles serve as common threads throughout the CISSP CBK. Each domain  addresses these principles in unique ways, so it is important to understand them both in  general terms and within each specific domain: Confidentiality is the principle that objects are not disclosed to unauthorized subjects. Integrity is the principle that objects retain their veracity and are intentionally modified by  authorized subjects only. Availability is the principle that authorized subjects are granted timely access to objects  with sufficient bandwidth to perform the desired interaction. Different security mechanisms address these three principles in different ways and offer varying  degrees of support or application of these principl...

List of Company Slogans

·          3M : "Innovation" ·          Agere Systems : "How Communication Happens" ·          Agilent : "Dreams Made Real" ·          Airbus : "Setting the Standards" ·          Amazon.com : "…and You're Done" ·          AMX : "It's Your World. Take Control" ·          Anritsu : "Discover What's Possible ·          AT&T : "Your World. Delivered" ·          ATG Design Services : "Circuit Design for the RF Impaired" ·          ATI Technologies : "Get In the Game" ·          BAE Systems : "Innovatin...

My Article :- હેકર બનવું છે? કઈ રીતે?

મારી ૨ વર્ષ ની કારકિર્દી માં મને કેટલાય  લોકોએ, ખાસ કરીને કોલેજ ના વિદ્યાર્થીઓએ ઘણી વાર પૂછ્યું છે કે "મારે હેકર બનવું છે. તો હું શું કરું? " અને મારા બ્લોગ્સ માં પણ પૂછવામાં આવે છે કે એક સારો હેકર કઈ રીતે બની શકાય? એવું હું શું કરું અથવા તો મારા માં કઈ લાયકત હોવી જોઈએ એક હેકર બનવા માટે? આ પ્રશ્ન નો સંતોષકારક જવાબ આપવા માટે મેં internet પર શોધખોળ કર્યા પછી મને જે કઈ માહિતી મળી તેને હું આજે અહી રજુ કરું છું. મિત્રો, સૌપ્રથમ હેકર કઈ રીતે બનવું એ જાણવા પહેલા એ જાણવું જરૂરી છે કે ખરેખર હેકિંગ શું છે ? અને હેકર કોને કહેવાય. હેકિંગ ની સીધી અને સરળ વ્યાખ્યા નીચે મુજબ છે.  "તમારા કમ્પ્યુટર,નેટવર્ક(ઈન્ટરનેટ કે LAN દ્વારા) કે કોઈ ડીવાઈસ માં (ફોન, ટેબ્લેટ) માં કરવામાં આવતા ગેરકાયદેસર પ્રવેશ અને ઉપયોગ એ હેકિંગ કહેવાય છે."અને હેકિંગ કરતા લોકોને હેકર કહેવાય છે. હવે તમને થશે કે આવું શું કામ કરવું જોઈએ? આ તો ક્રાઈમ છે. તો તમને જણાવી દઉં કે હેકર મુખ્યત્વે ૨ પ્રકારના હોય છે.    વાઈટ હેટ હેકર્સ (એથીકલ હેકર્સ) : ધારો કે તમે તમારો ફેસબુક નો પાસવર્ડ ભૂલી ગયા(ખરેખર ના ભૂલતા ક્યારેય..)કે ત...