મારી ૨ વર્ષ ની કારકિર્દી માં મને કેટલાય લોકોએ, ખાસ કરીને કોલેજ ના વિદ્યાર્થીઓએ ઘણી વાર પૂછ્યું છે કે "મારે હેકર બનવું છે. તો હું શું કરું? " અને મારા બ્લોગ્સ માં પણ પૂછવામાં આવે છે કે એક સારો હેકર કઈ રીતે બની શકાય? એવું હું શું કરું અથવા તો મારા માં કઈ લાયકત હોવી જોઈએ એક હેકર બનવા માટે? આ પ્રશ્ન નો સંતોષકારક જવાબ આપવા માટે મેં internet પર શોધખોળ કર્યા પછી મને જે કઈ માહિતી મળી તેને હું આજે અહી રજુ કરું છું. મિત્રો, સૌપ્રથમ હેકર કઈ રીતે બનવું એ જાણવા પહેલા એ જાણવું જરૂરી છે કે ખરેખર હેકિંગ શું છે ? અને હેકર કોને કહેવાય. હેકિંગ ની સીધી અને સરળ વ્યાખ્યા નીચે મુજબ છે. "તમારા કમ્પ્યુટર,નેટવર્ક(ઈન્ટરનેટ કે LAN દ્વારા) કે કોઈ ડીવાઈસ માં (ફોન, ટેબ્લેટ) માં કરવામાં આવતા ગેરકાયદેસર પ્રવેશ અને ઉપયોગ એ હેકિંગ કહેવાય છે."અને હેકિંગ કરતા લોકોને હેકર કહેવાય છે. હવે તમને થશે કે આવું શું કામ કરવું જોઈએ? આ તો ક્રાઈમ છે. તો તમને જણાવી દઉં કે હેકર મુખ્યત્વે ૨ પ્રકારના હોય છે. વાઈટ હેટ હેકર્સ (એથીકલ હેકર્સ) : ધારો કે તમે તમારો ફેસબુક નો પાસવર્ડ ભૂલી ગયા(ખરેખર ના ભૂલતા ક્યારેય..)કે ત...
Comments
Post a Comment