શું તમને ખબર છે કે વિશ્વની સૌથી વધુ જોવાતી વેબસાઇટ કઇ છે? તમારી મનપસંદ વેબસાઇટની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? વેબસાઇટની શરૂઆત કોણે અને ક્યારે કરી હતી? તમારા આ પ્રશ્નોના જવાબ અમે અહીં આપીશું.
ઇન્ટરનેટે આજે દુનિયાને ઘેલું લગાડ્યું છે. આગાવા ફાયદાના કારણે ઇન્ટરનેટનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. સાયબર જગતમાં પણ વધુ લોકપ્રિય બનવા માટે વેબસાઇટ વચ્ચે કટ્ટર હરિફાઇ જોવા મળી રહી છે. પ્રતિષ્ઠિત અમેઝોન કંપનીની માલિકીની alexa.com આ અંગે દરેક વેબસાઇટની માહિતી પૂરી પાડે છે. આ વેબસાઇટ વેબ ટ્રાફિકના આધારે દરેક વેબસાઇટને રેન્ક આપે છે. જેમાંથી ટોચની 10 વેબસાઇટની રસપ્રદ માહિતી અહીં આપી રહ્યા છીએ. સૌથી વધુ ક્લિક થતી કે જોવાતી વેબસાઇટમાંથી મોટાભાગની વેબસાઇટનું વડું મથક અમેરિકામાં આવેલું છે. જ્યારે ચીનમાં મુખ્ય ઓફિસ ધરાવતી કંપનીની બે સાઇટે પણ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
1.Google (google.com) : ઇન્ટરનેટ જગતમાં google.comનો ડંકો વાગે છે. વિશ્વની નંબર વન વેબસાઇટનું સ્થાન શોભાવનાર google.com એ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત માઉન્ટેન વ્યૂ ખાતે મુખ્ય ઓફિસ ધરાવતી ગૂગલ કંપનીની માલિકની વેબસાઇટ છે. વિશ્વમાં સૌથી વધુ જોવાતી વેબસાઇટ google.com એ મેઇલ, સર્ચ એન્જિન વગેરે સુવિધા પુરી પાડે છે. ગૂગલ.કોમ ઉપરાંત ગૂગલની માલિકીની વેબસાઇટ્સમાં યુટ્યૂબ, બ્લોગ, ઓર્કુટ વગેરેનો સમાવેશ થાય છે. 15, સપ્ટેમ્બર-1997ના રોજ ડોમેઇન google.comનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. google.stanford.edu નામની મૂળ વેબસાઇટ પરથી આ આ નવું નામ google.com લેવામાં આવ્યું હતું. ગુગલ મૂળ તો ઇન્ટરનેટ અને સોફ્ટવેર કંપની છે. સ્ટેનફોર્ડના પીએચ.ડી સ્ટુડન્ટ લેરી પેજ અને સેર્ગેઇએ 1996માં સ્ટેન્ડફોર્ડ ડિજીટલ લાયબ્રેરી પ્રોજેક્ટ અંતર્ગત તેની શરૂઆત કરી હતી. ગુગલ કંપનીની સત્તાવાર રીતે 4, સપ્ટેમ્બર,1998ના રોજ શરૂઆત થઇ હતી.
2. Facebook (facebook.com) : ઇન્ટરનેટ પર સોશ્યિલ નેટવર્કિંગ ક્ષેત્રે યુઝર્સને ઘેલું લગાડનાર facebook.comની શરૂઆત 4, ફેબ્રુઆરી-2004માં થઇ હતી. વિશ્વની બીજા નંબરની સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટે ખૂબ જ ટૂંકા ગાળમાં ખાસ્સી એવી નામના મેળવી લીધી છે. મે-2012માં ફેસેબુકના 900 મિલીયન એક્ટિવ યુઝર્સ હતા, જેમાંથી અડધાથી વધારે યુઝર્સ મોબાઇલથી સાઇટ એક્સેસ કરે છે. માર્ક ઝુકરબર્ગે કોલેજ રૂમમેટ્સ સાથે મળીને તેની શરૂઆત કરી હતી. શરૂઆતના તબક્કામાં હાવર્ડના વિદ્યાર્થીઓ અંદરો અંદર માહિતીની આપ-લે કરવા તેનો ઉપયોગ કરતા હતા. બાદમાં ધીરે ધીરે તેની લોકપ્રિયતા વાવાઝોડાની ઝડપે વધી હતી. સોશ્યલ મીડિયા ટુડે મુજબ એપ્રિલ-2010માં અમેરિકાની અંદાજે 41.6% વસ્તી ફેસબુક એકાઉન્ટ ધરાવે છે.
3. YouTube (youtube.com): લોકપ્રિય વીડિયો શેરિંગ વેબસાઇટ યુટ્યૂબની સ્થાપના 14, ફેબ્રુઆરી-2005ના રોજ ગ્લોબલ ઇ-કોમર્સ કંપની પેપેલના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓએ કરી હતી. યુટ્યૂબના વધતા ફેલાવા અને ભવિષ્યની યોજનાને ધ્યાનમાં રાખી નવેમ્બર-2006માં ગૂગલે તેને 1.56 બિલયન ડોલરમાં ખરીદી લીધી હતી. કેલિફોર્નિયાના સાન બ્રુનો ખાતે હેડક્વાર્ટર ધરાવતી આ વેબસાઇટના દાવા મુજબ દર મિનિટે અલગ અલગ જગ્યાએથી તેમની સાઇટ પર 60 કલાકના નવા વીડિયો અપલોડ કરવામાં આવે છે. તેમજ વેબસાઇટ મહિનાના 800 મિલીયન યુનિક યુઝર્સ ધરાવે છે. વેબસાઇ પર 18 વર્ષથી ઉપરના યુઝર્સ ફિલ્મ ક્લિપ, ટીવી ક્લિપ સહિતનું વીડિયો કન્ટેન્ટ અપલોડ કરી શકે છે અને શેર કરી શકે છે.બ્રોડકાસ્ટ યોરસેલ્ફ એ વેબસાઇટનું સ્લોગન છે.
4.Yahoo! (yahoo.com): ગૂગલ સાથેની સખત હરિફાઇ અને નાણાકીય ભીડનો સામનો કરી રહેલી યાહુ કંપનીની માલિકીની yahoo.comએ હજી પણ વિશ્વની ચૌથી સૌથી જોવાતી વેબસાઇટ છે. yahoo.com ડોમેઇનનું રજીસ્ટ્રેશન 18, જાન્યુઆરી-1995ના રોજ કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત સ્ટેનફોર્ડ યુનિવર્સિટના ઇલેક્ટ્રિકલ એન્જિનિયર જેરી યાંગ અને ડેવિડ ફિલોએ કરી હતી. જેનું પહેલા 'ડેવિડ એન્ડ જેરીસ ગાઇડ ટુ ધ વર્લ્ડ વાઇડ વેબ' નામ હતું. "yahoo"નું પુરું નામ "યેટ અનધર હાઇરાર્કિકલ ઓફિસિયસ ઑરેકલ" છે. કેલિફોર્નિયાના સાન્ટા કાર્લા સ્થિત વડુંમથક ધરાવતી yahoo.com સર્ચ એન્જિન, ન્યૂઝ, ગેમ્સ સહિતના ફિચર્સ ધરાવે છે. 90ના દાયકામાં ડોટ કોમ બબલ પહેલા યાહુએ ખૂબ જ ચાહના મેળવી હતી.
5. Baidu.com (baidu.com): વિશ્વની પાંચમી સૌથી વધુ જોવાતી baidu.comએ ચાઇનિઝ વેબ સર્વિસિસ કંપની Baiduની માલિકની વેબસાઇટ છે. baidu.com યુઝર્સને વેબસાઇટસ્, ઓડિયો ફાઇલ્સ અને ઇમેજીસ વગેરે શોધવા માટે ચાઇનિઝ ભાષામાં સર્ચ એન્જિન સહિતની સગવડો પૂરી પાડે છે. બેઇજિંગમાં વડુંમથક ધરાવતી આ વેબસાઇટની શરૂઆત રોબિન લી અને એરિક હુએ 11, ઓક્ટોબર-1999ના રોજ કરી હતી. baidu એ એક ચાઇનિઝ શબ્દ છે, જેનો અંગ્રેજી અર્થ BY-doo એવો થાય છે. baidu એ નાસ્ડેક્સ-100 ઇન્ડેક્સમાં સ્થાન મેળવનારી પહેલી ચાઇનિઝ કંપની છે.
6. Wikipedia (wikipedia.org): વિકીપીડિયા એક ફ્રી અને બહુભાષી ઇન્ટરનેટ એનસાઇક્લોપીડિયા છે, જેની શરૂઆત 15, જાન્યુઆરી-2001ના રોજ જીમ્મી વેલ્સ અને લેરી સેંગરે કરી હતી. સમગ્ર વિશ્વમાંથી ઇન્ટરનેટ પર વોલન્ટિઅર્સ દ્વારા 22 મિલીયન આર્ટિકલ્સ અપલોડ કરવામાં આવ્યા છે. 285 ભાષાઓમાં વિકીપીડિયાની એડિશન્સ અપલોડ થાય છે. વિશ્વભરમાંથી અંદાજે 365 મિલીયન રિડર્સ ધરાવતી વિકીપીડિયાને ફક્ત અમેરિકામાંથી મહિને 2.7 બિલીયન પેઇજવ્યૂઝ મળ્યા હતા. Wikipedia શબ્દ Wiki (હવાઇયન ભાષામાં અર્થ "quick") અને Pedia (encyclopedia)ને જોડીને બનાવવામાં આવ્યો છે.
7.Windows Live (live.com): જાયન્ટ સોફ્ટવેર કંપની માઇક્રોસોફ્ટની માલિકીની વિન્ડો લાઇવ સોફ્ટવેર પ્લસ સર્વિસિસ પૂરી પાડતી કંપની છે. જેમાં સ્ટોરેજ, કેલેન્ડર, મેસેજીંગ વગેરે સર્વિસિસનો સમાવેશ થાય છે. વિશ્વની સાતમી સૌથી લોકપ્રિય વેબસાઇટ વિન્ડો લાઇવની શરૂઆત 1, નવેમ્બર-2005ના રોજ થઇ હતી. વિન્ડો લાઇવ હાલ 330 મિલીયન યુઝર્સ ધરાવે છે.
8.Twitter (twitter.com): ટ્વિટર એ ઈન્ટરનેટની ઓનલાઈન સોશ્યલ નેટવર્કિંગ સાઈટ છે. આજે ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર વ્યક્તિમાંથી ભાગ્યે જ કોઈ આ સાઈટથી અજાણ હશે. આ સાઈટ દ્વારા વપરાશકર્તા 140 અક્ષરનો સંદેશો મોકલી શકે છે. જેને ટ્વિટ તરીકે ઓળખવામાં આવે છે. જુલાઈ 2006માં જેક ડોર્શી દ્વારા આ સાઈટ લોન્ચ કરવામાં આવી હતી. વર્ષ 2012માં તેના 500 મિલિયન લોકો તેના એક્ટિવ યુઝર્સ છે. દરરોજ લગભગ 340 મિલિયન ટ્વિટ થાય છે અને લગભગ 1.6 બિલિયન સર્ચ મળે છે. તેને 'ઈન્ટરનેટ પરના એસએમએસ' તરીકે પણ ઓળખવામાં આવે છે. વપરાશકર્તા ટ્વિટર પર નોંધાયેલા તેના ફેવરિટ કલાકાર, ગાયક, નેતા અભિનેતાને ફોલો કરી શકે છે.
9.QQ.COM : QQ.COMનું ખરું નામ ટેનસેન્ટક્યુક્યુ છે. તે ચીનનો ઈનસ્ટન્ટ મેસેજીંગ કોમ્પ્યુટર પ્રોગ્રામ છે. જે નિઃશુલ્ક છે. સપ્ટેમ્બર 2011માં તેના 711.7 મિલિયન સક્રિય વપરાશકર્તા છે. ચેટ ઉપરાંત ક્યુ ક્યુ દ્વારા ગેમ્સ, વર્ચ્યુઅલ પેટ્સ, રિંગટોન ડાઉનલોડિંગ અને બ્લોગ વગેરે જેવી સવલતો પણ આપવામાં આવે છે.
10.Amazon (amazon.com) : amazon.com વિશ્વની સૌથી મોટી ઓનલાઈન રિટેઈલર કંપની છે. જેનું મુખ્યમથક અમેરિકાના સિયેટલ ખાતે આવેલું છે. કંપની દ્વારા ઉપભોક્તા લક્ષી ચીજો ઉત્પાદિત કરવામાં આવે છે. તાજેતરના સમયમાં કંપનીએ ક્લાઉડ કોમ્પ્યુટિંગ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. કંપની દ્વારા કેનેડા, યુકે. ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્પેન, જાપાન, અને ચીન માટે અલગ-અલગ વેબસાઈટ લોન્ચ કરી છે. ટૂંક સમયમાં પોલેન્ડ, નેધરલેન્ડ અને સ્વિડન માટે પણ નવી સાઈટ્સ લોન્ચ કરવામાં આવે તેવી વકી છે. કેટલાક દેશોમાં કંપની તેના નિકાસ ગોદામ તૈયાર કરવામાં આવ્યા છે. કંપની દ્વારા બુક સ્ટોર તરીકે શરૂઆત કરવામાં આવી હતી. જો કે, ટૂંક સમયમાં કંપનીએ ડીવીડી, સીડી, એમપીથ્રી, સોફ્ટવેર, વીડિયોગેમ, ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ, રમકડા અને દાગીના ક્ષેત્રે પણ ઝંપલાવ્યું હતું.

source:dainikbhaskar.com
You really make it seem really easy with your presentation however I to find this matter to be really one thing that
ReplyDeleteI believe I'd by no means understand. It sort of feels too complex and very large for me. I'm having a look ahead in your next submit, I will attempt to get the grasp of it!
My website > Microsoft exchange fixPST