-steckt.Evl નામનો નવો વાયરસ શોધાયો
-વાયરસ ફેસબુક ચેટ દ્વારા ઇન્ટરનેટ પર ફેલાઇ રહ્યો છે અને કોમ્પ્યુટરને નિશાન બનાવે છે
જો તમે ફેસબુક પર ચેટિંગ કરો છો તો થોડા સાવધાન થઇ જાઓ. એક નવો કોમ્પ્યુટર વાયરસ ફેસબુસ ચેટ મેસેન્જર દ્વારા ફેલાઇ રહ્યો છે. આ વાયરસ તમારા કોમ્પ્યુટરના એન્ટી વાયરસ પર હુમલો કરીને તેને નિષ્ક્રિય કરી દે છે અને પછી તમારા મિત્રોને પોતાની જાતે લિંક પણ મોકલી આપે છે.
ઇન્ટરનેટ સિક્યોરિટી એક્સપર્ટસ ગ્રુપ ટ્રેડ માઇક્રોએ steckt.Evl નામનો નવો વાયરસ શોધ્યો છે.
આ વાયરસ ફેસબુક ચેટ દ્વારા ઇન્ટરનેટ પર ફેલાઇ રહ્યો છે અને કોમ્પ્યુટરને નિશાન બનાવી રહ્યો છે. તે તમારા ફેસબુક ચેટમાં કોઇ મિત્ર તરફથી આવેલા સંદેશાના રૂપમાં દેખાય છે. સંદેશામાં લિન્ક હોય છે જેના પર ક્લિક કરતા જ તે તમારી પ્રોફાઇલમાંથી અન્ય મિત્રોને પણ પહોંચી જાય છે. કોમ્પ્યુટરમાં આવતા જ તે સૌથી પહેલા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ એન્ટી વાયરસ પર હુમલો કરીને તેને નિષ્ક્રિય કરી દે છે.
ટ્રેડ માઇક્રોએ જણાવ્યું છે કે આ વાયરસ અત્યારે ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા ફેલાઇ રહ્યો છે. આ એક લિન્કના રૂપમાં આવે છે અને ક્લિક કરતા જ પોતાની કોપીને ડાઉનલોડ કરી લે છે.
એન્ટી વાઇરસને નિષ્ક્રિય કરતા જ તે કોમ્પ્યુટરમાં પોતાની જાતે નુકસાનકારક સોફ્ટવેર ડાઉનલોડ કરી લે છે. આટલું જ નહીં તે એવા એપ્લિકેશનની ફાઇલોને પણ ડિલીટ કરી દે છે જેમને તેણે નિષ્ક્રિય કરી હોય છે. આ વાયરસ દ્વારા ઇન્ટરનેટ પર તમારા કોમ્પ્યુટરનો દુરુપયોગ કરી શકાય છે અને કોમ્પ્યુટરમાં સેવ કરેલી અંગત માહિતીને પણ ચોરી શકાય છે.

source:dainikbhaskar.com
Comments
Post a Comment