હાઇટેક બની ગયેલા આજના યુગમાં લોકો ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરતા થઈ ગયા છે, પરંતુ મોટાભાગના લોકો ટેક્નોલોજીનો ઉપયોગ જિજ્ઞાશાવશ કરતા હોય છે, જેમાંથી ઘણાખરા તો એવાં કૃત્યો કરી બેસે છે, જે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ ગંભીર ગુનો બને છે.
ફેક આઈડી વડે કોઈને પરેશાન કરવા, કોઈને બીભત્સ મેસેજ કે ઇ-મેઇલ કરવા, સોશિયલ નેટવકિઁગ સાઇટ્સ પર બીભત્સ ટિપ્પણીઓ કરવી વગેરે બાબતો આજે યુવાનોને મોજમસ્તી અને ટાઇમપાસ લાગે છે, પરંતુ આવાં કૃત્યો સામે કોઈ વ્યક્તિએ જો વાંધો ઉઠાવ્યો અને ફરિયાદ કરી તો સજા અને દંડ અથવા બંને થઈ શકે છે. સામાન્ય રીતે યુવાનો મજાક-મસ્તી કરવા વાઇરસયુકત પેનડ્રાઇવ અથવા ઇ-મેઇલ બીજા કમ્પ્યૂટરમાં નાંખે છે અને કમ્પ્યૂટર બગડી જાય છે. આવા સંજોગોમાં કાયદા મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે છે.
યુવાનોને મોજમસ્તી અને ટાઇમપાસ લાગતી વાત જિંદગીભર પરેશાની આપી શકે :
કોઈએ તમારા કમ્પ્યૂટરનો દૂરપયોગ કર્યો તો પણ આફત -
કોઈ વ્યક્તિએ ઇરદાપૂવર્ક તમારા કમ્પ્યૂટરનો ઉપયોગ કોઈ ગુનાના કામ માટે કર્યો હોય અને પછી પોલીસ તપાસમાં તમારા કમ્પ્યૂટરનો આઇપી એડ્રેસ જણાઈ આવે તો પોલીસ તમને પકડી શકે છે. આ સમયે તમે પોલીસને એવું જ કહેશો કે, સાહેબ મને કંઈ ખબર નથી અને પોલીસ એવું જ સમજશે કે તમે ખોટું બોલી રહ્યા છો. આવા સંજોગોમાં તમે કોઈ ગુનો કર્યો નથી એ સાબિત કરતા તમને પરસેવો છુટી જશે.
જો આવી બધી સમસ્યાઓનો સામનો ન કરવાનો હોય તો પોતાનું કમ્પ્યૂટર, મોબાઇલ વગેરેમાં પાસવર્ડ રાખવો વધુ હિતાવહ છે. નહીંતર કોઈ વ્યક્તિ તમારા ઉપકરણનો ઉપયોગ કરી કોઈક ગુનો કરી નાખે તો તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની મહત્વની જોગવાઈ :
- કોઈને ધમકીવાળા ઇ-મેઇલ મોકલો તો સેકશન-૬૬ મુજબ ૩ વર્ષની સજા અને R ૧ લાખનો દંડ થઈ શકે
- જો તમે મોબાઇલથી કોઈને ધમકી આપો તો સેકશન-૬૬ મુજબ જ સજા અને દંડ થઈ શકે
- કોઈ વ્યક્તિને બીભત્સ તસવીરો કે લખાણવાળા ઇ-મેઇલ મોકલો તો સેકશન-૬૭ મુજબ ત્રણ વર્ષની સજા અને પ લાખનો દંડ અથવા બંને. આ જ ગુનામાં બીજી વખત પકડાવ તો પાંચ વર્ષની સજા અને R ૧૦ લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે
- અન્યના ઇ-મેઇલ આઈડીથી ત્રાહિત વ્યક્તિને ઇરાદાપૂર્વક મેઇલ કરો તો સેકશન-૬૬(સી) અને ૬૬(ડી) મુજબ ૩ વર્ષની સજા અને ૧ લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે
- અન્યના ઇ-મેઇલ આઈડીથી ત્રાહિત વ્યક્તિને ઇરાદાપૂર્વક બીભત્સ મેસેજ, ઇમેજ કે વીડિયો મોકલો તો સેકશન-૬૬(સી), ૬૬(ડી), ૬૭, ૬૭(એ) મુજબ કાર્યવાહી થઈ શકે
- ફેસબુક, ઓર્કૂટ, લિંક ઇન ડિન વગેરે સોશિયલ સાઇટ પર ઇરાદાપૂર્વક ફ‹ક પ્રોફાઇલ બનાવી તો સેકશન-૬૬(સી), (ડી) મુજબ કાર્યવાહી થઈ શકે
- સોશિયલ સાઇટ પર ઇરાદાપૂર્વક બીજાના નામનો પ્રોફાઇલ બનાવી ઉપયોગ કરો તો ૬૬(સી) (ડી), ૬૭ અને ૬૭ (એ) મુજબ કાર્યવાહી થઈ શકે
- સાઇબર ડિફેમેશન: કોઈના માટે ઇરાદાપૂર્વક ખોટી માહિતીનો પ્રસાર કરી તેને બદનામ કરતું કૃત્ય કરો તો અલગ સેકશન મુજબ કાર્યવાહી થઈ શકે
- ચોરાયેલું કમ્પ્યૂટર અથવા તેનો કોઈ ભાગ ઇરાદાપૂર્વક પોતાની પાસે રાખો અને પકડાઓ તો સેકશન-૬૬(બી) મુજબ ત્રણ વર્ષની સજા અને એક લાખનો દંડ થઈ શકે
- કોઈને પૂછયા વગર તેમના કમ્પ્યૂટરનો ઉપયોગ કરો અને કંઈક નુકસાન થાય તો સેકશન-૪૩ મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે
- બીજાના કમ્પ્યૂટરનો ઉપયોગ કરી ઇરાદાપૂર્વક કંઈક ડાઉનલોડ કરો તો સેકશન-૪૩(બી) મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે
- કોઈના કમ્પ્યૂટર અથવા સિસ્ટમમાં વાઇરસ ઘુસાડો અથવા તો અન્ય આપત્તિ ઊભી કરો તો સેકશન-૪૩(સી) મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે
- કોઈને પૂછયા વગર તેનું કમ્પ્યૂટર ઉપયોગમાં લો અને કંઈક નુકસાન થાય તો સેકશન-૪૩(ડી) મુજબ પણR પ કરોડનો દંડ થઈ શકે
- માલિકને પૂછયા વગર તેમનું કમ્પ્યૂટર ઉપયોગમાં લો અને કમ્પ્યૂટરમાં કોઈ ગરબડ ઊભી થાય તો સેકશન-૪૩(ઈ) મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે છે
અડાજણની યુવતીને ફેક પ્રોફાઇલ વડે ફસાવાઈ :
વર્ષ ૨૦૧૧માં અડાજણના કલાસ-વન ઓફિસરની પુત્રીનું વડોદરાના યુવાનોએ અપહરણ કર્યું હતું. તેમણે દેવું ચૂકવા ફેસબુક પર ફ‹ક પ્રોફાઇલ બનાવી સગીર વયની કિશોરી સાથે મિત્રતા કેળવી, મળવાના બહાને બોલાવી અપહરણ કરી ગયા હતા અને બાદમાં ખંડણી માગી હતી.
સોનિયાના ફોટોમાં ચેડાં કરી ફરતો કરી દેવાયો :
વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ફોટો સાથે ચેડાં કરી ઇ-મેઇલ મારફતે આ ફોટો ફરતો કરી દેવામાં આવ્યો હતો. આ ફોટો ક્યારે, ક્યા સ્થળેથી અને ઇન્ટરનેટ પર કોણે ફરતો કર્યો તે અંગે પોલીસે તપાસ કરી જવાબદાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાંચમાં સાઇબર સેલ ઊભું કરાયું -
ઇમ્ફોર્મેશન ટેક્નોલોજીના ગુનામાં ક્રાઇમ બ્રાંચનું સાઇબલ સેલ તપાસ કરે છે. સાઇબર ક્રાઇમ સામે સુરત પોલીસે પોલીસ જવાનોને કમ્યૂટર અને ટેક્નોલોજીથી અપગ્રેડ કર્યા છે. પોલીસ માટે કાયદાની જાણકારી માટેના વર્ગો પણ શરૂ કરાયા છે. - સંજય શ્રીવાસ્તવ, જોઇન્ટ પોલીસ કમિશનર, સુરત
લોકોએ કાયદો સમજવાની જરૂર છે -
લોકો પોતાના સામાન્ય જીવનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરતી વખતે ઘણી વખત એવી ભૂલો કરી બેસતા હોય છે, જેનાથી ભવિષ્યમાં મોટી મુસીબત ઊભી થાય છે. કેટલાક લોકો કમ્પ્યૂટરનો દુરુપયોગ કરી બીજાને હેરાન કરે છે, જે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ મુજબ ગુનો બને છે.
Source : Divyabhaskar
જો આવી બધી સમસ્યાઓનો સામનો ન કરવાનો હોય તો પોતાનું કમ્પ્યૂટર, મોબાઇલ વગેરેમાં પાસવર્ડ રાખવો વધુ હિતાવહ છે. નહીંતર કોઈ વ્યક્તિ તમારા ઉપકરણનો ઉપયોગ કરી કોઈક ગુનો કરી નાખે તો તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો.
ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની મહત્વની જોગવાઈ :
- કોઈને ધમકીવાળા ઇ-મેઇલ મોકલો તો સેકશન-૬૬ મુજબ ૩ વર્ષની સજા અને R ૧ લાખનો દંડ થઈ શકે
- જો તમે મોબાઇલથી કોઈને ધમકી આપો તો સેકશન-૬૬ મુજબ જ સજા અને દંડ થઈ શકે
- કોઈ વ્યક્તિને બીભત્સ તસવીરો કે લખાણવાળા ઇ-મેઇલ મોકલો તો સેકશન-૬૭ મુજબ ત્રણ વર્ષની સજા અને પ લાખનો દંડ અથવા બંને. આ જ ગુનામાં બીજી વખત પકડાવ તો પાંચ વર્ષની સજા અને R ૧૦ લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે
- અન્યના ઇ-મેઇલ આઈડીથી ત્રાહિત વ્યક્તિને ઇરાદાપૂર્વક મેઇલ કરો તો સેકશન-૬૬(સી) અને ૬૬(ડી) મુજબ ૩ વર્ષની સજા અને ૧ લાખ સુધીનો દંડ અથવા બંને થઈ શકે
- અન્યના ઇ-મેઇલ આઈડીથી ત્રાહિત વ્યક્તિને ઇરાદાપૂર્વક બીભત્સ મેસેજ, ઇમેજ કે વીડિયો મોકલો તો સેકશન-૬૬(સી), ૬૬(ડી), ૬૭, ૬૭(એ) મુજબ કાર્યવાહી થઈ શકે
- ફેસબુક, ઓર્કૂટ, લિંક ઇન ડિન વગેરે સોશિયલ સાઇટ પર ઇરાદાપૂર્વક ફ‹ક પ્રોફાઇલ બનાવી તો સેકશન-૬૬(સી), (ડી) મુજબ કાર્યવાહી થઈ શકે
- સોશિયલ સાઇટ પર ઇરાદાપૂર્વક બીજાના નામનો પ્રોફાઇલ બનાવી ઉપયોગ કરો તો ૬૬(સી) (ડી), ૬૭ અને ૬૭ (એ) મુજબ કાર્યવાહી થઈ શકે
- સાઇબર ડિફેમેશન: કોઈના માટે ઇરાદાપૂર્વક ખોટી માહિતીનો પ્રસાર કરી તેને બદનામ કરતું કૃત્ય કરો તો અલગ સેકશન મુજબ કાર્યવાહી થઈ શકે
- કોઈને પૂછયા વગર તેમના કમ્પ્યૂટરનો ઉપયોગ કરો અને કંઈક નુકસાન થાય તો સેકશન-૪૩ મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે
- બીજાના કમ્પ્યૂટરનો ઉપયોગ કરી ઇરાદાપૂર્વક કંઈક ડાઉનલોડ કરો તો સેકશન-૪૩(બી) મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે
- કોઈના કમ્પ્યૂટર અથવા સિસ્ટમમાં વાઇરસ ઘુસાડો અથવા તો અન્ય આપત્તિ ઊભી કરો તો સેકશન-૪૩(સી) મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે
- માલિકને પૂછયા વગર તેમનું કમ્પ્યૂટર ઉપયોગમાં લો અને કમ્પ્યૂટરમાં કોઈ ગરબડ ઊભી થાય તો સેકશન-૪૩(ઈ) મુજબ R પ કરોડ સુધીનો દંડ થઈ શકે છે
અડાજણની યુવતીને ફેક પ્રોફાઇલ વડે ફસાવાઈ :
વર્ષ ૨૦૧૧માં અડાજણના કલાસ-વન ઓફિસરની પુત્રીનું વડોદરાના યુવાનોએ અપહરણ કર્યું હતું. તેમણે દેવું ચૂકવા ફેસબુક પર ફ‹ક પ્રોફાઇલ બનાવી સગીર વયની કિશોરી સાથે મિત્રતા કેળવી, મળવાના બહાને બોલાવી અપહરણ કરી ગયા હતા અને બાદમાં ખંડણી માગી હતી.
સોનિયાના ફોટોમાં ચેડાં કરી ફરતો કરી દેવાયો :
વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ફોટો સાથે ચેડાં કરી ઇ-મેઇલ મારફતે આ ફોટો ફરતો કરી દેવામાં આવ્યો હતો. આ ફોટો ક્યારે, ક્યા સ્થળેથી અને ઇન્ટરનેટ પર કોણે ફરતો કર્યો તે અંગે પોલીસે તપાસ કરી જવાબદાર વ્યક્તિની ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાંચમાં સાઇબર સેલ ઊભું કરાયું -
ઇમ્ફોર્મેશન ટેક્નોલોજીના ગુનામાં ક્રાઇમ બ્રાંચનું સાઇબલ સેલ તપાસ કરે છે. સાઇબર ક્રાઇમ સામે સુરત પોલીસે પોલીસ જવાનોને કમ્યૂટર અને ટેક્નોલોજીથી અપગ્રેડ કર્યા છે. પોલીસ માટે કાયદાની જાણકારી માટેના વર્ગો પણ શરૂ કરાયા છે. - સંજય શ્રીવાસ્તવ, જોઇન્ટ પોલીસ કમિશનર, સુરત
લોકોએ કાયદો સમજવાની જરૂર છે -
Source : Divyabhaskar
Comments
Post a Comment