Skip to main content

Posts

Showing posts from September, 2017

સાયબર- સંકટ થી સાવધ રાખો આપના સંતાન ને- Full Article Sep'2017- Cybersafar

આજે દર 10 માંથી 7 વ્યક્તિ ઓનલાઈન છે એ વાત માં કોઈ બેમત નથી।  બની શકે કેટલાય લોકો કોમ્પ્યુટર ના વાપરતા હોય પણ સ્માર્ટફોન તો લગભગ બધા પાસે છે. ટેક્સ્ટ મેસેજ ને પાછળ પાડી ને વોટ્સએપ વાપરતા વાપરતા ઈમેલ, વેબસાઈટ એક્સેસ અને અલગ અલગ કઈ કેટલીય એપ હવે હાથવગી થઇ ગઈ છે.  ટૂંક માં રોટી, કપડાં, મકાન પછી આધુનિક લાઇફસ્ટાઇલ માટે ઈન્ટરનેટ પણ અત્યંત જરૂરી સ્ત્રોત છે તેમ કહી શકાય। હવે એમાં બાળકો પણ અપવાદ નથી. કદાચ આપણા ઘરમાં કે સગા સંબંધી ના ઘર માં કોઈ 4-5 વર્ષના બાળક ને પણ ઓનલાઇન ગેમ કે યુ-ટ્યુબ પર વિડીયો ચલાવતા જોવો તો આશ્ચર્ય ના પામતા। નવી જનરેશન સ્માર્ટફોન થી રમીને મોટી થાય છે જેના માટે ઈન્ટરનેટ એક્સેસ પણ રમત વાત છે. આ આર્ટિકલમાં આપણે  પેરેન્ટ્સ, ટીચર્સ માટે ઉપયોગી તેમજ દરેક ઉમર ના બાળકો માટે સાયબર સેફટી વિષે જાણીશું। ઈન્ટરનેટના ફાયદાઓ ઈન્ટરનેટ ના ફાયદાઓ થી આમ તો બધા પરિચિત જ છે પરંતુ ખાસ જો બાળકો કે ટીનેજર્સ ની દ્રષ્ટિએ જોઈએ તો સ્માર્ટફોન, સ્માર્ટક્લાસ, સાયન્સ પ્રોજેક્ટ,ગેમ્સ કે અન્ય મનોરંજન, કેટલાક ટ્યુટોરિયલ્સ જેવું કઈ કેટલુંય ઈન્ટરનેટ ની મદદ થી સરળ બનવા લાગ્યું છે. દરેક વિષયો પર, અમ