Skip to main content

Posts

સૌથી સિક્યોર સ્માર્ટફોન : Granitephone -ખાસ સ્માર્ટફોન સિક્યોરીટી ઓરીએન્ટેડ યુઝર્સ માટે

મોટાભાગના સ્માર્ટફોન યુઝર્સ માટે જયારે સ્માર્ટફોન સિક્યોરીટી ચિંતાનો મુદ્દો  બની રહ્યો છે ત્યારે હવે ફ્રેંચ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Archos દ્વારા  બ્રાઝિલ  ની ઓછી પ્રખ્યાત એવી આઈટી સિક્યોરીટી કમ્પની Sikur સાથે મળીને ફુલ્લી સિક્યોર સ્માર્ટફોન Granitephone  માર્કેટ માં મુક્યો છે. આ ફોન ની સરેરાશ માર્કેટ વેલ્યુ 850 ડોલર એટલે અંદાજે 56000 રૂપિયા જેટલી છે. શું ખાસ છે આ ફોન માં ? ફીચર્સ ની વાત કરીએ તો 5 ઇંચ ડિસ્પ્લે ,  Qualcomn Snapdragon 615 SOC પ્રોસેસર, 2GB  રેમ ધરાવતા આ ફોન માં 16 GB  ઇન્ટરનલ સ્ટોરેજ અને 2700 mAh બેટરી ક્ષમતા સાથે 16 મેગાપિક્સલ કેમેરા છે. નોટ ઈમ્પ્રેસ્ડ ?  નેચરલી। તમને થશે કે આટલા ફીચર્સ તો બીજા ઘણા સ્માર્ટફોન માં અને એ પણ ઘણા ઓછા ભાવ માં મળી શકે છે. તો પછી આ ફોન આઈફોન જેટલો મોંઘો કેમ ? સ્પેશ્યલ ફીચર Granitephone  નું મુખ્ય આકર્ષક ફીચર તેની એન્ડ્રોઇડ  બેઝ્ડ Granite OS છે. Archos  અને Sikurના દાવા મુજબ Granite  OS આમ તો સાધારણ એન્ડ્રોઈડ જેવી જ છે પરંતુ તે ફુલ્લી એન્ક્રિપટેડ છે. જેમાં કોઈ પ...

My New Article in Cybersafar Oct. 2015 - Cyber Terrorism- Terror of Technology...!!!

સાયબર ટેરરિઝમ ’   શબ્દ તમે અવારનવાર છાપાં ,  મેગેઝિનમાં વાંચ્યો કે ટીવી કે સેમિનારમાં સાંભળ્યો હશે. વૈશ્વિક દૃષ્ટિએ ચિંતાનો વિષય બની ગયેલા આ શબ્દ વિષે કોઈ ચોક્કસ વ્યાખ્યા તો નથી ,  પરંતુ સમજવા માટે સરળ ભાષામાં  કહીએ તો જ્યારે ઇન્ટરનેટ , પર્સનલ કમ્પ્યુટર અને અન્ય ટુલ્સ કે ટેક્નોલોજી દ્વારા કોઈ ચોક્કસ હેતુ માટે સામાજિક કે આર્થિક નુકસાન કરી આતંકવાદ ફેલાવવામાં આવે ત્યારે તેને  ‘ સાયબર ટેરરિઝમ ’  કહેવાય છે. સાયબર ટેરરિઝમ શું છે તે પ્રશ્ન તમે ૧૦ લોકોને પૂછશો તો બની શકે તમને ૯ અલગ અલગ જવાબો મળે. આ જ સવાલ કોઈ કમ્પ્યુટર સિક્યોરિટી એક્સપર્ટને પૂછશો તો ત્યારે તેની સાચી વ્યાખ્યા (કદાચ અલગ શબ્દોમાં) અને તેની ગંભીરતાનો ખ્યાલ આવી શકે. વધુમાં જો તમને રસ જાગે અને ઇન્ટરનેટ પર સર્ચ કરશો તો જાણવા મળશે કે અલગ અલગ દેશોમાં ગવર્મેન્ટ એજન્સીઓ અને જાસૂસી સંસ્થાઓ માટે પડકાર ‚રૂપ સાયબર ટેરરિઝમથી રાષ્ટ્રીય સંપત્તિને અને દેશની સુરક્ષાને કેટલો મોટો ખતરો હોઈ શકે. ક્યાંથી આવ્યો આ શબ્દ -  ‘ સાયબર ટેરરિઝમ ’ ૧૯૯૬માં કેલિફોર્નિયાના સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ  ઇન્સ્ટિટ...

My Article in Cybersafar Aug'15 : સોશિયલ એન્જિનીયરિંગ - વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરાં !!!

રાતના સવા બે વાગ્યાનો સમય છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં નવાસવા આવેલા જુનિયર મેનેજરનો મોબાઈલ વાગે છે. પથારીમાંથી સફાળા જાગીને જુએ છે તો કંપનીનો નંબર દેખાય છે. વાતચીત કરતાં ખબર પડે છે કે કંપનીના ડેટા સિક્યોરિટી સેન્ટરમાં ઈમરજન્સી એલર્ટ આવેલ છે, જેથી કંપનીના હાઈ-પ્રોફાઈલ લોકોનો ડેટા સુરક્ષિત કરવા માટે આઈટી વિભાગે તાત્કાલિક યુઝર્સના આઈડી પાસવર્ડ ચેન્જ કરવા પડે એમ છે.  મેનેજર સાહેબ પાસવર્ડ બદલવા માટે જરૂરી બધી દ વિગતો જણાવીને સૂઈ જાય છે. સવારે ઓફિસ પહોચતાં ખબર પડે છે કે કંપનીમાં એવો કોઈ એલર્ટ આવ્યો જ નહોતો! મેનેજરને ભાન થાય છે કે તેમની ભૂલને કારણે કંપનીનો બધો જ ખાનગી, ઓફિશિયલ ડેટા ચોરાઈ ગયો છે. મેનેજરને  ખ્યાલ આવે છે કે પોતે સાયબર ક્રિમિનલ્સ દ્વારા સોશિયલ એન્જિનીયરિંગનો  શિકાર બન્યા છે. શું છે સોશિયલ એન્જિનીયરિંગ? પહેલી વાર નામ સાંભળનાર મિત્રોને  લાગશે કે એન્જિનીયરિંગની કોઈ શાખા હશે! વાસ્તવમાં, સોશિયલ એન્જિનીયરિંગ એ એક પ્રકારની ખાસ કળા છે, જેના દ્વારા સાયબર ક્રિમિનલ્સ કોઈ પણ વ્યક્તિને ભોળવીને, વિશ્વાસમાં લઈને પોતાને જોઈતી માહિતી મેળવી લે છે અને તેના ઉપયોગ વ...