Skip to main content

Posts

Showing posts from August, 2015

My Article in Cybersafar Aug'15 : સોશિયલ એન્જિનીયરિંગ - વિશ્વાસે વહાણ ડૂબે પણ ખરાં !!!

રાતના સવા બે વાગ્યાનો સમય છે. એક મલ્ટિનેશનલ કંપનીમાં નવાસવા આવેલા જુનિયર મેનેજરનો મોબાઈલ વાગે છે. પથારીમાંથી સફાળા જાગીને જુએ છે તો કંપનીનો નંબર દેખાય છે. વાતચીત કરતાં ખબર પડે છે કે કંપનીના ડેટા સિક્યોરિટી સેન્ટરમાં ઈમરજન્સી એલર્ટ આવેલ છે, જેથી કંપનીના હાઈ-પ્રોફાઈલ લોકોનો ડેટા સુરક્ષિત કરવા માટે આઈટી વિભાગે તાત્કાલિક યુઝર્સના આઈડી પાસવર્ડ ચેન્જ કરવા પડે એમ છે.  મેનેજર સાહેબ પાસવર્ડ બદલવા માટે જરૂરી બધી દ વિગતો જણાવીને સૂઈ જાય છે. સવારે ઓફિસ પહોચતાં ખબર પડે છે કે કંપનીમાં એવો કોઈ એલર્ટ આવ્યો જ નહોતો! મેનેજરને ભાન થાય છે કે તેમની ભૂલને કારણે કંપનીનો બધો જ ખાનગી, ઓફિશિયલ ડેટા ચોરાઈ ગયો છે. મેનેજરને  ખ્યાલ આવે છે કે પોતે સાયબર ક્રિમિનલ્સ દ્વારા સોશિયલ એન્જિનીયરિંગનો  શિકાર બન્યા છે. શું છે સોશિયલ એન્જિનીયરિંગ? પહેલી વાર નામ સાંભળનાર મિત્રોને  લાગશે કે એન્જિનીયરિંગની કોઈ શાખા હશે! વાસ્તવમાં, સોશિયલ એન્જિનીયરિંગ એ એક પ્રકારની ખાસ કળા છે, જેના દ્વારા સાયબર ક્રિમિનલ્સ કોઈ પણ વ્યક્તિને ભોળવીને, વિશ્વાસમાં લઈને પોતાને જોઈતી માહિતી મેળવી લે છે અને તેના ઉપયોગ વડે પોતાના ટાર્ગેટને