Skip to main content

Posts

Showing posts from July, 2015

Cybersafar article - July 2015 - A serious vulnerability in Smartphones...!!!

હવે માણસ એટલા મોબાઇલ થઈ ગયા છે એ વાતમાં કોઈ બેમત નથી. હવે દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે જે હવે એક આઇડેન્ટી બની ચૂક્યો છે. એટલે હવે એ વાત તો જૂની થઈ ગઈ, પરંતુ હવે સ્માર્ટફોનના યુઝર્સની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. કુલ ૧૦૦ વ્યક્તિમાંથી ૩૭.૫ ટકા લોકો સ્માર્ટફોન યુઝ કરે છે. જેમાંથી ૯૭ ટકા લોકો સ્માર્ટફોનથી લોકલ ઇન્ફર્મેશન સર્ચ કરે છે અને ૬૦ ટકા લોકો સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શોપિંગ કરે છે (આ આંકડા પ્રમાણમાં તાજા જ છે). સામાન્ય રીતે સ્માર્ટફોનમાં લોકો શું શું કરતા હોય છે એ ટૂંકમાં જાણીએ તો મ્યુઝિક, લોકલ સર્ચ, ચેટિંગ, ફેસબુક, વોટ્સએપ, શોપિંગ, ગેમ્સ, કેટલીક ઓફિશિયલ એપ્સ, ઓનલાઇન રીચાર્જ, બીલ પેમેન્ટ, ફોટો - વીડિયો અપલોડ-ડાઉનલોડ વગેરે વગેરે... આવનારા સમયમાં આ લિસ્ટ હજુ પણ લાંબું થવાનું છે. ઉપરાંત માર્કેટમાં મોબાઇલ કંપનીઓની ગળાકાપ સ્પર્ધામાં હવે તો એક પછી એક ચડિયાતા મોબાઇલ આવવા લાગ્યા છે. જેમાંથી કેટલાક તો માત્ર ફ્લિપકાર્ટ, સ્નેપડીલ પર ઓનલાઇન જ ખરીદી શકાય. અમુક અંશે એવું કહી શકાય કે તમે એક મોબાઇલ ખરીદો એના ૨-૩ મહિનામાં જ એના કરતાં ચડિયાતો અને એટલા જ ભાવનો ફોન તમારી સામે ઠેંગો બતાવત...