Net Banking : July 2013 Cyber Safar Magazine નેટ બેન્કિંગ : જો જો ...!!! શોપિંગ ની મજા ન બને સજા ....!!!!
વ્હાલા વાચકમિત્રો , સમયના બ્રેક બાદ ફરી આપની સમક્ષ સાયબર સીક્યોરીટી ફિલ્ડ વિષે અવનવી રસપ્રદ માહિતીસભર આર્ટીકલ ફરીથી આપની સમક્ષ રજુ કરી રહ્યો છું . તે પહેલા આટલા લાંબા અંતરાય નું વાજબી કારણ જણાવી દઉં .મિત્રો , 3 વર્ષ થી આ ફિલ્ડ માં કાર્યરત હોવાથી અનુભવ, જાણકારી તથા સતત અભ્યાસ દ્વારા એટલુ તારણ કાઢી શકું કે સાયબર ક્રાઈમ ના વધતા જતા વ્યાપ ને લીધે જેટલા બનાવો બને છે તેની પાછળનું કારણ મોટાભાગે જે-તે ભોગ બનેલા વ્યક્તિ ની બેદરકારી અથવા જાણકારી નો અભાવ જ હોય છે . સાયબર ક્રાઈમ ને લગતા વિવિધ બનાવો ધીમે ધીમે વધતા જતા હોવાથી આ ક્ષેત્ર માં નવી પેઢી ને જરૂરી અને યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે પોતાનું ઉજ્જવળ કરિયર પણ બનાવી શકે તેવા હેતુ થી અમે એક સાયબર સીક્યોરીટી ટ્રેનીંગ સેન્ટર જુનાગઢ ખાતે શરુ કરેલ છે . જેમાં કોઈપણ વિદ્યાર્થી કે પ્રોફેશનલ વ્યક્તિ સાયબર સિક્યોરીટી અને એથીકલ હેકિંગ ની સાથેસાથે અન્ય જરૂરી વિષયો પર જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે તથા તેમાં પોતાનું કરિયર બનાવી શકે છે . હવે મૂળ મુદ્દા પર આવીએ . તા :- 15 જૂન શનિવારે સવારે ન્યુઝપેપર માં મોટા અક્ષરો માં સમાચાર છપાયા કે મુંબઈની એક્સીસ બ...